તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વસઈ-વિરાર, મીરા-ભાઈંદરને અતિરિક્ત પાણી પુરવઠો મળશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કો આવતા વર્ષ સુધી પૂરો કરવાનો ઉદ્દેશ

વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર શહેરને પાણી પુરવઠો કરતા સૂર્યા ડેમની પાણીની ક્ષમતા વધારવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠો યોજના પ્રકલ્પ શરૂ કર્યો છે. અત્યાર સુધી આ પ્રકલ્પનું 30 ટકા કામ પૂરું થયું છે.

પ્રકલ્પનો પ્રથમ તબક્કો ઓકટોબર-નવેમ્બર 2022 સુધી પૂરો કરીને વસઈ-વિરારને અતિરિક્ત પાણી પુરવઠો કરવાનો એમએમઆરડીએનો ઉદ્દેશ છે. એ દષ્ટિએ કામની ઝડપ વધારીને નિયોજિત સમયમાં પ્રકલ્પ પૂરો કરવાનો આદેશ એમએમઆરડીએએ કોન્ટ્રેક્ટરને આપ્યો છે.વસઈ-વિરાર અને મીરા-ભાઈંદરમાં પાણીની અછતની સમસ્યાનો ઉકેલ કાઢીને નાગરિકોને મબલખ પાણી પુરવઠો કરવા માટે લગભગ રૂ. 1325.78 કરોડનો સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠો યોજના પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત 403 મિલિયન લીટર ક્ષમતાથી પાણી પુરવઠો કરવામાં આવશે. આ પ્રકલ્પના કામની 2017માં શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...