પ્રવાસીઓને રાહત:ભાઈંદરથી વસઈ રો-રો સેવા જૂનથી શરૂ થવાની શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા માર્ગે લાગતો સવા કલાક બચતા લાખો પ્રવાસીઓને રાહત મળશે

ભાઈંદરથી વસઈ રસ્તા માર્ગે જવા માટે એકથી સવા કલાક લાગે છે. ગિરદીના સમયે તો આ પ્રવાસ ઘણો ત્રાસદાયક બને છે. હવે આ હેરાનગતિનો અંત આવશે. ભાઈંદરથી વસઈ તથા વસઈથી ભાઈંદર રો-રો સેવા આગામી જૂન મહિનાથી શરૂ થવાની શક્યતા છે. એના લીધે લાખો પ્રવાસીઓને રાહત મળશે. સમયની સાથે લાંબો વળાંક લેવાનું પણ બચી જશે. ભાઈંદર જેટ્ટીનું 100 અને વસઈ જેટ્ટીનું 60 ટકા કરતા વધારે કામ પૂરું થયું છે.

થાણે, મીરા-ભાઈંદર, ભિવંડી, કલ્યાણ મહાપાલિકાઓને જોડતો જળપરિવહન પ્રકલ્પ ઘણો મહત્વનો સાબિત થશે. આ પ્રકલ્પ ઈકો ફ્રેન્ડલી છે. લાખો નાગરિકોને પ્રવાસનું નવું સાધન ઉપલબ્ધ થશે. આ જળપરિવહન પ્રકલ્પને કેન્દ્ર સરકારે પણ પરવાનગી આપી છે. પહેલા તબક્કામાં ચાર જેટ્ટીના કામ થઈ રહ્યા છે. થાણે, મીરા-ભાઈંદર, ભિવંડી, કલ્યાણ મહાપાલિકાઓ ક્ષેત્રોને જોડતી વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા નિર્માણ થતી હોવાથી ટ્રાફિક જામ દૂર થવામાં પણ મદદ થશે. સ્થાનિકોને નોકરીની તક ઉપલબ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભાઈંદર અને વસઈના નાગરિકોએ વાહન દ્વારા બેથી અઢી કલાકનો વળાંક લઈને પ્રવાસ કરવો પડે છે. બોટમાં પોતાનું વાહન ચઢાવીને આ પ્રવાસ હવે ફક્ત પંદર મિનિટમાં પૂરો થઈ શકશે. તેથી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલા તબક્કામાં ડોંબીવલી, કોલશેત, મીરા-ભાઈંદર, કાલ્હેર ખાતે જેટ્ટીના કામ ચાલુ છે. વિગતવાર પ્રકલ્પ અહેવાલ માટે 100 કરોડ રૂપિયાને માન્યતા મળી છે. એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી અડધું અડધું ભંડોળ ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...