• Gujarati News
  • Local
  • Mumbai
  • Various Hurdles, Including Speeding Up Work On Borivali 6th Lane From Mumbai Central, Evacuation Of Those Affected By The Western Railway Project

ભાસ્કર વિશેષ:મુંબઈ સેંટ્રલથી બોરીવલી છઠ્ઠી લેનના કામમાં ઝડપ, પશ્ચિમ રેલવે પ્રકલ્પના અસરગ્રસ્તોના સ્થળાંતર સહિત વિવિધ અડચણો દૂર થઈ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેલ-એક્સપ્રેસ ટ્રેન માટે વધુ એક લેન મળે એ માટે અને લોકલનો પ્રવાસ સારો થાય એ માટે મુંબઈ સેંટ્રલથી બોરીવલી વચ્ચે પાટાની છઠ્ઠી લેન બિછાવવામાં આવી રહી છે. આ કામમાં અડચણો દૂર થતા એના વિવિધ કામ માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. એમાં પુલના કામ, સંરક્ષક ભીંત ઊભી કરવા સહિતના અનેક કામ તરત શરૂ કરવામાં આવશે. કોરોનાને કારણે ગયા વર્ષથી કામ ધીમા પડ્યા હતા. હવે એ ઝડપથી કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી વર્ષ સુધી આ રૂટ કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન હોવાનું પશ્ચિમ રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલથી બોરીવલી વચ્ચે પાટાની ચાર લેન હતી. તેથી લોકલ સાથે મેલ-એક્સપ્રેસ પણ આ પાટા પરથી જતી હતી. પરિણામે લોકલનું ટાઈમટેબલ ખોરવાતું હતું. લોકલની ફેરીઓ પણ વધારી શકાતી નહોતી. આખરે મુંબઈ સેંટ્રલથી બોરીવલી વચ્ચે પાંચમી અને છઠ્ઠી લેન માટે પાટા બિછાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. એના માટે રૂ. 918 કરોડથી વધુ ખર્ચની જોગવાઈ રેલવેએ કરી. આ કામમાં પાંચમી લેન માટે પાટા બિછાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું.

એ પછી તરત છઠ્ઠી લેનનું કામ શરૂ કરવામાં આવ્યું. આ વાતને દસ વર્ષ થયા છતાં કામ પૂરું થયું નથી. કાંદિવલીથી મલાડ, મલાડથી ગોરેગાવ, રામ મંદિરથી જોગેશ્વરી ખાતે પાટા નજીક અતિક્રમણ અને બાન્દરા ખાતે એક બાંધકામના કારણે ઘણી અડચણ ઊભી થઈ રહી હતી. કામનો વિરોધ, કોર્ટમાં કેસના કારણે પ્રકલ્પના કામમાં વિલંબ થતો રહ્યો. આ પ્રકલ્પના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

અડચણોમાંથી બહાર નીકળ્યા બાદ પાટાના કામ પૂરા કરવા પર ભાર મૂકવામાં આવ્યો. અન્ય વિવિધ કામો માટે ટેંડર કાઢવામાં આવ્યા છે. તેમ જ આ લેનમાં બાન્દરાથી બોરીવલી દરમિયાન મોટા અને નાના પુલનું કામ, બાઉન્ડરી વોલ, સંરક્ષક ભીંત વગેરે બાંધકામ માટે ટેંડર કાઢવામાં આવ્યા છે. આ લેનનું કામ આગામી વર્ષ સુધી પૂરું કરવાનો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...