તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:મારવાડી ચેમ્બર દ્વારા વિવિધ મહાનુભાવોનું સન્માન કરાયું

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

અગ્રવાલ મારવાડી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઍજ્યુકેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કાર્ય માટે મહાનુભાવોને એમએસએમઈ સ્ટાર બિઝનેસ નેશનલ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ભવન નિર્માતા ભીમસેન અગ્રવાલ અને પ્રમુખ અતિથિ કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પરસાવત હતા.

ચેમ્બરના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ અગ્રવાલે જણાવ્યં કે ગુજરાતના જિજ્ઞેશ જોશીને એક્સલન્સ ઈન ઈન્ફ્રા સેક્ટર, બેન્જર પેઈન્ટસના સંચાલક પ્રદીપ અગ્રવાલને એક્સલન્સ પરફોર્મન્સ ઈન મેન્યુફેક્ચરિંગ પેઈન્ટ્સ, કમલરાજ બંસલને એમએસએમઈ ક્ષેત્રમાં, વિજય ટ્યુબ્સના સંચાલક હંસરાજ સિંઘલને સ્ટીલ વિતરણ, વિજય સ્ટીલ ટ્રેડર્સના વિક્રમ બંસલને સ્ટીલ ક્ષેત્ર, શ્યામ ગ્લોબલ ટેકનોવેન્ચર્સના સંચાલક નરેન્દ્ર ગોયલને જેનસેટ ક્ષેત્ર, અજય બાબુલાલ શાહને વેપારમાં, જુલી બેગ્સને બેગ્સ ઉદ્યોગમાં ઉત્તમ કાર્ય માટે, ધાનોરી સ્થિત રાકેશ અગ્રવાલ શ્રીરામ હાઉસિંગને હાઉસિંગ ક્ષેત્ર માટે, તેજલ શાહને વીમા માટે અને મીઠાલાલ જૈનને સમાજ ભૂષણ પુરસ્કાર સાથે શાલ અને સન્માન ચિહન આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો