સુવિધામાં વધારો:મુંબઈના દાદર પરિસરમાં વેલે પાર્કિંગ સુવિધાની શરૂઆત થઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાદર અને શિવાજી પાર્ક પરિસરમાં આવતા લોકો માટે સુવિધા

દેશની રાજધાની મુંબઈ શહેર સખત ગિરદીવાળું છે. જેટલી માણસોની ગિરદી છે એટલી જ વાહનોની ગિરદી પણ છે. પરિણામે મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા હંમેશા રહે છે. એમાં દાદર જેવા પરિસરમાં ખરીદી માટે વાહન લઈને આવતા ગ્રાહકોની સંખ્યા સેંકડોમાં હોય છે. જો કે ખરીદી કરતા સમયે વાહન ક્યાંય પણ પાર્ક કરવામાં આવતા હોવાથી ટ્રાફિક જામમાં વધારો થાય છે. એના પર ઉકેલ તરીકે દાદરમાં ડિજિટલાઈઝ્ડ વેલે પાર્કિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ મહાપાલિકા, મુંબઈ પોલીસ અને દાદર વેપારી સંઘના સહિયારા પ્રયાસથી 18 મેથી આ સુવિધા શરૂ થઈ હતી.

વાહનધારક તેમના વાહન પોતાના ફોન નંબર સહિત પ્લાઝા થિયેટર નજીકના વેલે પાર્કિંગ બૂથમાં છોડી શકે છે. તમામ વાહન કોહિનુર સાર્વજનિક પાર્કિંગ લોટમાં લઈ જવામાં આવે છે. પાછા ફરવાના સમયે વાહનચાલકે એસએમએસ દ્વારા મોકલેલી લિન્ક પર ક્લિક કરીને તેમનું વાહન પ્લાઝા થિયેટર પાસે લાવવાની વિનંતી કરી શકે છે. પહેલાં ચાર કલાક માટે 100 રૂપિયા અને એ પછીના દરેક કલાક માટે અતિરિક્ત 25 રૂપિયા લેવામાં આવશે. પાર્ક પ્લસ સ્ટાર્ટઅપ દરરોજ 11 કલાક માટે આ બૂથ ચલાવશે.

પ્લાઝા થિયેટર પાસે પહેલું બૂથ ખુલ્યા બાદ ડિજિટલાઈઝ્ડ વેલે પાર્કિંગ સેવા ટૂંક સમયમાં દાદર અને શિવાજી પાર્કમાં હજી ચાર ઠેકાણે શરૂ કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા 29 સાર્વજનિક પાર્કિગ લોટ ચલાવે છે પણ એનો ઉપયોગ ઘણાં ઓછા લોકો કરે છે. મોટા ભાગના વાહનચાલકો રસ્તા પર પાર્કિંગ કરે છે.

દાદર ખરીદી માટે તેમ જ થિયેટર અને નાટ્યગૃહનું કેન્દ્ર છે. પણ વાહનચાલકોને પહેલી વખત પીપીએલ પાસે જઈને પછી ખરીદી કરવું અગવડભર્યું લાગે છે. ઉપરાંત રસ્તા પર પાર્કિંગ કરવાથી વાહન ટો થઈ જવાનો ડર હંમેશા રહે છે. ગયા વર્ષે તહેવારની મોસમમાં વેપારીઓએ ત્રણ મહિના મફત વેલે પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. એને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...