તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્મૃતિભ્રંશ થવાથી બે વર્ષ પહેલાં ખોવાઈ ગયેલી માતા લોકડાઉનને કારણે મળી હોવાની ઘટના ડોંબિવલીમાં બની હતી. ખાસ વાત એટલે માતૃદિન એટલે કે ૧૦ મેની પૂર્વસંધ્યાએ જ માતા- પુત્રની ભેટ થઈ હતી. સામાજિક કાર્યકર્તાઓ અને મનસે વિધાનસભ્ય રાજુ પાટીલના સહયોગથી માતા- પુત્રનું મિલન થયું હતું. લોકડાઉનના સમયમાં ડોંબિવલીના પલાવા જંકશન પરિસરમાં સ્થાનિક સામાજિક કાર્યકર સમીર કોંડાળકર, હસન ખાન અન ભાસ્કર ગાંગુર્ડે અનાજનું વિતરણ કરી રહ્યા હતા. આ સમયે એક વૃદ્ધ મહિલા તેમને દેખાઈ હતી. આ મહિલા એના બોલવા પરથી સારા ઘરની વ્યક્તિ લાગી રહી હોવાથી કાર્યકર્તાઓએ એની પૂછપરછ કરી હતી.
આ સમયે એની યાદદાશ્ત નળી હોવાનું ઘ્યાનમાં આવવાથી તેઓ મનસે વિધાનસભ્ય રાજુ પાટીલને આ વાત જણાવી હતી. પછી તેમણે આ મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપી હતી. જોકે લોકડાઉનને કારણે એને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. તેથી સામાજિક કાર્યકર્તા હસન ખાન આ મહિલાને પોતાના ઘરે લઈ ગયો હતો. એની સાથે વાત કરતા તેણે પોતાનું નામ હર્ષા ઠક્કર અને પુત્રનું નામ તેજસ ઠક્કર હોવાનું તથા પોતે પુણેમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. આટલી માહિતી પરથી પલાવા સિટીના રહેવાસીઓએ એના પુત્રને શોધવાની શરૂઆત કરી હતી. આ મહિલાનો પુત્ર તેજસ ઠક્કર પુણેની આઈટી કંપનીમાં કામ કરે છે. આટલી માહિતીના આધારે ફેસબુક પ્રોફાઈલ શોધીને પલાવાના રહેવાસીઓએ તેજસનો સંપર્ક સાધ્યો હતો અને માતાનો ફોટો મોકલ્યો હતો. આ સમયે મહિલા પોતાની જ માતા હોવાનું અને બે વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હોવાનું તેજસે જણાવ્યું હતું. તેમ પોતે ગુજરાતમાં વડોદરા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું અને માતાને લેવા માટે ડોંબીવલી આવવાની તૈયારી દર્શાવી હતી. પણ લોકડાઉનની અડચણ હતી.
બધાનો આભાર માનતા તેજસે માતા સાથે ડોંબીવલીથી વડોદરા જવા વિદાય લીધી
આ સમયે હસન શેખ દરરોજ તેજસ અને એની માતાની વીડિયો કોલ પર વાતચીત કરાવતો હતો. બીજી તરફ ડોંબીવલીની માનપાડા પોલીસ અને મનસે વિધાનસભ્ય રાજુ પાટીલ ટ્રાવેલ કંપની માટે પ્રયત્ન કરતા હતા. આખરે ગુજરાત પોલીસે પરવાનગી આપ્યા બાદ ૮ મેના તેજસ ઠક્કર ડોંબીવલી પહોંચ્યો અને માતૃદિનના આગલા દિવસે જ માતા સાથે એનું પુનર્મિલન થયું હતું. માતા ફરીથી મળશે એવી આશા એણે છોડી દીધી હતી. તેજસને પલાવા સિટીના જાગૃત નાગરિકોને લીધે એની માતા પાછી મળી હતી. આખરે બધાનો આભાર માનતા તેજસે માતા સાથે ડોંબીવલીથી વડોદરા જવા વિદાય લીધી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.