તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Vaccination Reduces Chances Of Black Fungus: Expert, Third Wave Possible If Rules Are Not Followed

કોરોના:રસી લેવાથી બ્લેક ફંગસની શક્યતાઓ ઘટે છેઃ નિષ્ણાત, નિયમોનું પાલન નહીં કરાય તો ત્રીજી લહેર શક્ય

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19નો ડેલ્ટા પ્લસ પ્રકાર ચિંતાનું કારણ છે અને તેની સામે એકમાત્ર ઓજાર ઝડપી રસીકરણ છે. તુરંત રસીકરણથી હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવામાં મદદ થશે. ઉપરાંત બ્લેક ફંગસ, તીવ્ર આરોગ્યની ગૂંચ, આડઅસરો, લોહીના ગઠ્ઠા અને દ્વિતીય સંક્રમણની શક્યતા પણ ઓછી થશે. જો આપણે કોવિડના નિયમોનું ધ્યાન નહીં રાખીએ તો ત્રીજી લહેર આવીને રહેશે અને તે ઓગસ્ટમાં શરૂ થવાની અને નવેમ્બરમાં ચરમસીમાએ પહોંચવાની શક્યતા છે, એમ કોવિડ-19 પર મળેલી શીખ અને આગળનું નિયોજન વિષય પર ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પેનલ ચર્ચામાં નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મદ્રાસ ઈએનટી રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈના સ્થાપક ઓટોરહિનોલેરિન્ગોલોજિસ્ટ પદ્મશ્રી ડો. મોહન કામેશ્વરને જણાવ્યુંકે તામિલનાડુમાં બ્લેક ફંગસ મહામારીમાં રોગચાળો બની ગયો હતો. બીએલકે મેક્સ હોસ્પિટલ, નવી દિલ્હીના આંતરિક ઔષધિના સિનિયર ડાયરેક્ટર ડો. રાજિંદર કુમાર સિંગલે જણાવ્યું કે ઝડપી રસીકરણ, કોવિડ યોગ્યવર્તન, સુપર સ્પ્રેડર ઘટનાઓની ગેરહાજરી ત્રીજી લહેરને દૂર રાખવામાં મદદરૂપ થશે.ન્યુબર્ગ સેન્ટર ઓફ જેનોમિક મેડિસીન, અમદાવાદનાં ડો. ભાવિની શાહે જણાવ્યું કે કોવિડની રસીનો બીજો ડોઝ લીધેલા અનેકો પર એન્ટીબોડી ટેસ્ટ્સ એવો સંકેત આપે છે કે વસતિ માટે બૂસ્ટર ડોઝ આવશ્યક છે.

નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈનાં ચેપી રોગોના નિષ્ણાત ડો. હેમલતા અરોરાએ જણાવ્યું કે રસી દ્વારા પેદા કરાતા એન્ટીબોડીઝ કોવિડ, ગૂંચ, આડઅસરો, લોહીમાં ગઠ્ઠા, દ્વિતીય ચેપ સામે રક્ષણ આપે છે, જેથી રસી લેવી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...