રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઉતરતા ક્રમમાં થઈ રહ્યો છે ત્યારે રસીકરણનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે. ડિસેમ્બર 2021ની સરખામણીએ જાન્યુઆરી 2021માં 24 ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં એમાં વધુ ઘટાડો થયો છે અને પ્રિકોશન ડોઝના રસીકરણને પણ ઝાઝો પ્રતિસાદ મળી રહ્યો ન હોવાનું જણાયું છે.
નવેમ્બરમાં કોરોનાનો ફેAલાવો ઓછો થયો હોવાથી રાજ્યમાં રસીકરણનું પ્રમાણ પણ ઘટ્યું હતું. તેથી અનેક ઠેકાણે રસીકરણ ઓછું થયું. પણ કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન બાબતે ચર્ચા ચાલુ થઈ ત્યારે રસીકરણ ફરીથી વધ્યું. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં દરરોજ લગભગ 10 લાખ કરતા વધુ રસીકરણ થયું. પણ જેમ જેમ ઓમિક્રોનનું સ્વરૂપ સૌમ્ય છે અને એના લીધે ખાસ જોખમ નથી એમ ધ્યાનમાં આવવાથી રસીકરણનું પ્રમાણ જાન્યુઆરીમાં ઓછું થવાની શરૂઆત થઈ હતી.
ઓકટોબર અને નવેમ્બરમાં અનુક્રમે 5 લાખ 25 હજાર અને 5 લાખ 38 હજાર રસીકરણ થયું હતું. પણ એની સરખામણીએ ડિસેમ્બરમાં રસીકરણ વધ્યું. તેથી ડિસેમ્બરમાં 6 લાખ 24 હજાર રસીકરણ થયું. જાન્યુઆરીમાં એમાં ફરીથી ઘટાડો થયો હતો. જાન્યુઆરીમાં લગભગ 4 લાખ 69 હજાર રસીકરણ થયું. એટલે કે ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં રસીકરણમાં 24 ટકાનો ઘટાડો થયો હતો.
જાન્યુઆરીમાં પહેલા પખવાડિયામાં દરરોજ લગભગ 10 લાખ સુધી રસીકરણ થયું હતું પણ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયમાં ઘટાડો થઈને આ પ્રમાણ 6 લાખ સુધી પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં આ પ્રમાણ સાડા ત્રણ લાખ સુધી ઓછું થયું છે. રાજ્યમાં પહેલા ડોઝનું રસીકરણ લગભગ 90 ટકાથી વધુ થયું છે પણ બીજા ડોઝનું રસીકરણ 67 ટકા થયું છે.
1 કરોડ નાગરિકોએ બીજા ડોઝ માટે પીઠ ફેરવી
રાજ્યમાં 1 કરોડથી વધુ નાગરિકોએ નિયોજિત સમય વીતી જવા છતાં હજી રસીનો બીજો ડોઝ લીધો નથી. એમાં 92 લાખ કોવિશિલ્ડ અને 17 લાખ કોવેક્સિન રસી લેનારનો સમાવેશ છે. બીજા ડોઝ માટે પીઠ ફેરવનારાઓમાં મુખ્યત્વે પુણે, નાશિક, થાણે, નાગપુર, બુલઢાણા, ગોંદિયા જિલ્લાનો સમાવેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.