તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:હવે સોમવારથી ખાનગી હોસ્પિટલમાં કર્મીઓને રસી મૂકવાની શરૂઆત થશે

મુંબઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 માર્ચથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવાનો રાજ્ય સરકારનો વિચાર

મુંબઈ મહાપાલિકાએ 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરી છે. પ્રથમ અને બીજો તબક્કો ઝડપથી ચાલી રહ્યો છે. હવે ખાનગી હોસ્પિટલોને પણ રસીકરણની પરવાનગી આપવામાં આવી છે. એની શરૂઆત સોમવારથી થશે. 20 ખાનગી હોસ્પિટલોને તેમના કર્મચારીઓને રસી મૂકવાની પરવાનગી આપવામાં આવી છે એવી માહિતી મહાપાલિકા અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. મુંબઈમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાથી સામાન્ય નાગરિકોને રસી મૂકવાની શરૂઆત થશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના અને લાંબા સમયથી બીમાર નાગરિકોને રસી મૂકવામાં આવશે.

એ પછી 18 વર્ષથી ઉપરના દરેક જણને રસી મૂકવાની શરૂઆત થશે. તેથી રસીકરણના લાભાર્થીઓની સંખ્યા વધશે. મહાપાલિકાએ એની તૈયારી શરૂ કરી છે. એના માટે મોટા પ્રમાણમાં યંત્રણા જોઈશે. આ પાર્શ્વભૂમિ પર ખાનગી હોસ્પિટલોએ રસીકરણ માટે પરવાનગી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો