ખાનગી હોસ્પિટલોમાં 18 થી 59 વર્ષના વયજૂથ માટે શરૂ કરવામાં આવેલ કોરોના પ્રતિબંધાત્મક રસીના પ્રિકોશન ડોઝના રસીકરણને મુંબઈ, પુણે અને થાણેમાં મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યમાં 6 હજાર 478 જણે આ રસી મૂકાવી છે. ગ્રામીણ ભાગમાં કે બીજા જિલ્લાઓમાં અત્યંત ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્યના 19 જિલ્લાઓમાં શૂન્ય રસીકરણ થયું છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ શહેરો પૂરતું જ મર્યાદિત હોવાનું દેખાય છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગે 10 એપ્રિલથી 18 થી 59 વર્ષના વયજૂથ માટે પ્રિકોશન ડોઝનું સશુલ્ક રસીકરણ શરૂ કર્યું છે. અત્યારે ખાનગી હોસ્પિટલમાં પ્રિકોશન ડોઝના રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે.
બે દિવસમાં રાજ્યમાં 6 હજાર 478 જણે પ્રિકોશન ડોઝ લીધો છે. એમાં સૌથી વધારે 3 હજાર 163 નાગરિક મુંબઈના છે. એ પછીના ક્રમે પુણેમાં 1 હજાર 420, થાણેમાં 1 હજાર 344 જણે રસી મૂકાવી છે. એ પછી રાયગડમાં 187, નાગપુરમાં 143, પાલઘરમાં 97, કોલ્હાપુરમાં 28 અને જલગાવમાં 14 જણે પ્રિકોશન ડોઝ લીધો છે.
સોલાપુર અને ઔરંગાબાદ જિલ્લામાં ફક્ત 7 જણે રસી મૂકાવી છે. ગામેગામ રસીકરણ થાય એ ઉદ્દેશથી રસીકરણનું વિકેન્દ્રીકરણ કરી રહ્યા હોવાનું કેન્દ્રના ધોરણમાં નોંધવામાં આવ્યું છે. પણ રાજ્યમાં પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કર્યું છે છતાં રસી મૂકનારી ખાનગી હોસ્પિટલો શહેરોમાં જ કેન્દ્રિત હોવાથી અનેક જિલ્લાઓમાં આ ડોઝનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.