કોરોના રસીકરણ:આજથી 15-18 વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહાપાલિકા દ્વારા બધાં કેન્દ્રો પર તૈયાર કરાઈ

સોમવારથી 15-18 વયજૂથના બાળકોમાં રસીકરણ શરૂ કરાશે. બે દિવસથી કોવિન એપ પર નોંધણી શરૂ થઈ છે, જેમાં લાખ્ખો બાળકોએ નોંધણી કરીને ઉત્સાહ બતાવ્યો છે. મહારાષ્ટ્ર સાથે દેશભરમાં રસીકરણની જોરદાર શરૂઆત થઈ છે. મુંબઈમાં પણ તૈયારી પૂર્ણ થઈ છે. મહાપાલિકાના શિક્ષણ વિભાગ તરફથી મહાપાલિકાના વિદ્યાર્થીઓના રસીકરણ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે.મુંબઈમાં રસીકરણ માટે 9 કેન્દ્ર તૈયાર કરાયાં છે.

મહાપાલિકાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અગ્રતા અપાશે. તેમને બસમાંથી રસીકરણ કેન્દ્ર પર લાવવામાં આવશે. રસીકરણ થયા પછી ફરી તેમને શાળામાં છોડવામાં આવશે.ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓન પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને અથવા વોક ઈન રસીકરણ કેન્દ્ર પર જઈને રસી લઈ શકે છે. કેન્દ્ર પર ગિરદી નહીં થાય તેની સાવચેતી વિદ્યાર્થીઓ અને વાલીઓએ લેવાની રહેશે. કેન્દ્ર પર જો કોઈ બાળકને ત્રાસ થાય તો ઉપચાર માટે કેન્દ્ર પર પેડિયાટ્રિક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...