તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસી ની અછત:કોવેક્સિન રસીની અછતને લીધે 18-44 વયજૂથનું રસીકરણ બંધ થઈ જશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વયજૂથ માટે આવેલી રસી 45 પ્લસ લોકોના બીજા ડોઝ માટે વાપરવામાં આવશે

દેશમાં કોરોનાની રસીની તીવ્ર અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના રસીકરણ કાર્યક્રમને ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં 45 થી વધુ ઉંમરના અને 18 થી 44 વર્ષની ઉંમરના વયજૂથનું રસીકરણ ચાલુ છે. પણ રસીની માગ પ્રમાણે પુરવઠો થતો ન હોવાથી 18 થી 44 વર્ષના વયજૂથનું રસીકરણ પૂર્ણપણે બંધ થાય એવી શક્યતા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વ્યક્ત કરી છે કારણ કે આ વયજૂથ માટે આવેલી રસી 45 વર્ષથી ઉપરના લોકોના બીજા ડોઝ માટે વાપરવામાં આવશે.

18 થી 44 વયજૂથના વ્યક્તિઓનું રસીકરણ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. કેન્દ્ર સરકારે 45 વર્ષથી ઉપરના નાગરિકોની જવાબદારી લીધી છે. પણ રાજ્યમાં અત્યારે કોવેક્સિનના 35,000 ડોઝ ઉપલબ્ધ છે. હવે બીજો ડોઝ આપવાનો છે તેમની સંખ્યા લગભગ 5,00,000 છે. તેથી 18 થી 44 વયજૂથ માટે રાજ્ય સરકારે ખરીદી કરેલી રસી કોવેક્સિન છે. આ રસી લગભગ 2,75,000 જેટલી ઉપલબ્ધ છે. એ સાથે જ કેન્દ્ર સરકાર તરફથી આવેલી 35,000 રસી મળીને કુલ ત્રણથી સવા ત્રણ લાખ કોવેક્સિનના ડોઝ 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે વાપરવાનો નિર્ણય આરોગ્ય વિભાગે લીધો છે.

18 થી 44 વયજૂથના વ્યક્તિઓ માટે આવેલા રસીના ડોઝ 45 વર્ષથી ઉપરના લોકો માટે વાપરો એવી સૂચના મહારાષ્ટ્રના તમામ રસીકરણ કેન્દ્રોને આપવામાં આવી છે. ફક્ત કોવેક્સિનનો બીજો ડોઝ રહ્યો છે એવું નથી. કોવિશિલ્ડના પણ 16,00,000 ડોઝ કેન્દ્ર તરફથી આવવાના બાકી છે. તેથી રાજ્યએ ખરીદી કરેલી રસી કેન્દ્રના ઉદ્દેશની પૂર્તી કરવા માટે વાપરવી પડે છે. દરમિયાન 18 થી 44 વયજૂથનું રસીકરણ થોડા દિવસ માટે બંધ કરવું પડશે એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. આ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 31 મે સુધી લોકડાઉન લંબાશે?
કોરોનાનો સૌથી વધુ ફટકો લાગ્યા પછી દર્દીઓની સંખ્યા દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યો હોવાથી 15 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ન હોવાથી ઠાકરે સરકારે 30 એપ્રિલ સુધી લાગુ કરેલું લોકડાઉન 15 મે સુધી વધારવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન રાજ્યમાં દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી રહી છે છતાં હજી પણ રસી તેમ જ આરોગ્ય સુવિધાની અછત વર્તાઈ રહી છે. તેથી લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે. આ બાબતે ટોપેએ પત્રકાર પરિષદમાં વાત કરી હતી. બુધવારે કેબિનેટ મીટિંગ થવાની શક્યતા છે. હજી એ સંદર્ભે સૂચના આવી નથી. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તેમ જ કેબિનેટના સભ્યો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. લોકડાઉન અથવા બ્રેક ધ ચેન અંતર્ગત જે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે એ વધારવા કે ઓછા કરવા એ તમામ બાબતો સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે એમ ટોપેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...