તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ રસીકરણ:પીડિતોને ડેટા ડિલીટ થયા પછી જ રસી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યના આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકારને પત્ર લખીને માગણી કરશે

મુંબઈ અને થાણેમાં બોગસ રસીકરણ શિબિરનો ભોગ બનેલા નાગરિકોના નકલી સર્ટિફિકેટ રદ કરવામાં આવે એવી માગણી મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખીને કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર આ મામલે ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને એક પત્ર લખશે. પીડિતોનો ડેટા ડિલીટ કરી નાખવામાં આવતાં જ રાજ્ય સરકાર તમામ પીડિતોને રસી આપવાની પ્રક્રિયા શરૂ કરશે.મુંબઈ અને થાણેમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કુલ 20થી વધુ બનાવટી રસીકરણ કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 3000 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

આ કેસમાં અત્યાર સુધી 11 એફઆઈઆર નોંધાઈ છે અને 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ મામલામાં મોટી સંખ્યામાં નાગરિકોને નકલી રસી, એટલે કે, સલાઈનનું વોટરનાં ઈન્જેકશન આપવામાં આવ્યાં હોવાની પોલીસ તપાસમાં જાણ થયા પછી મહાપાલિકાએ ખાનગી હાઉસિંગ સોસાયટીઓ, ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કેમ્પસમાં બનાવટી રસીકરણ શિબિરોને રોકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે.મહાપાલિકા દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવાં સ્થળોએ એન્ટી- કોરોના વાઈરસ રસીકરણ શિબિરોની દેખરેખ રાખશે.

તેમણે કહ્યું કે આ નોડલ અધિકારીઓ જો આ સ્થળોએ કોઈ ગેરરીતિ થઈ રહી હોય તો સ્થાનિક પોલીસ અને આરોગ્ય અધિકારીઓને જાણ કરશે.પોલીસ તપાસમાં બનાવટી રસીકરણ મામલાનો ભોગ બનેલા લોકોને જોકે કોઈ ગંભીર આડઅસર થઇ હેાવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી. આમ છતાં આ મામલો લોકોના સ્વાસ્થ અને જાનના જોખમ સંબંધી હોઈ મુંબઈ હાઇ કોર્ટે પણ ગંભીર નોંધ લઇને સંબંધિત વિભાગોને માર્ગદર્શક આદેશો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...