તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મુંબઈગરાની સેવામાં “ઉતમ” લોકલ દાખલ કરવામાં આવી, બેઠા પછી પીઠને આરામ મળે એવી ગાદીવાળી બેઠકનો સમાવેશ

મુંબઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈગરાઓનો પ્રવાસ આરામદાયક અને સરસ થવા માટે ઉતમ લોકલ પ્રવાસીઓની સેવામાં દાખલ કરવામાં આવી છે. આ લોકલની સીટીંગ વ્યવસ્થામાં પ્રવાસીઓની માગણી અનુસાર એટલે કે બેઠાં પછી પાછળ ટેકો મળે એના માટે જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. એસી લોકલમી જેમ આ લોકલમાં સાંકળના બદલે બટનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બટન દબાવીને આપ્તકાલીન સમયે લોકલ રોકવી શક્ય છે.

મધ્ય અને પશ્ચિમ રેલવેમાં દરેકમાં એક એક ઉત્તમ લોકલ દાખલ કરવામાં આવી છે. મધ્ય રેલવેમાં સ્લો રૂટ પર આ લોકલ ચલાવવામાં આવે છે જેની દરરોજ 10 થી 12 ફેરી થાય છે. આ લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ તરફથી સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલા ડબ્બામાં નવેસરથી કરવામાં આવેલ સીટીંગ આરામદાયક છે ‌એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

રેલવે પ્રવાસીઓનો પ્રવાસ સુરક્ષિત અને આરામદાયક થાય એ દષ્ટિએ આ લોકલ તૈયાર કરવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષિતતા માટે આ લોકલમાં ફર્સ્ટ ક્લાસ લેડીઝ સહિત પુરુષોના ડબ્બામાં સીસી ટીવી કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. બેઠાં પછી પીઠને આરામ મળે એવી ગાદીવાળી સીટીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ સેંકડો વર્ષોથી લોકલની ઓળખ સમાન સાંકળને ઉતમ લોકલમાંથી કાઢી નાખવામાં આવી છે અને એના બદલે બટનની સુવિધા આપવામાં આવી છે.

પ્રવાસમાં હવાની અવરજવર સરળતાથી થાય એ માટે કેટલાક અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યા છે. બેગો રાખવા માટે ફાઈબરના રેકની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે અન્ય લોકલની સરખામણીએ રેકની લંબાઈ ઓછી કરવામાં આવી છે. તેથી બેગો રાખવા માટે જગ્યા ઓછી પડે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...