તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી:કોન્ડોમના ઉપયોગનો અર્થ બંનેની સંમતિથી સેક્સ એવો થતો નથી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રની પત્ની પર દુષ્કર્મના કેસમાં મુંબઈ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

એક દુષ્કર્મના કેસમાં સુનાવણી કરતી વખતે મુંબઈના એડિશનલ સેશન્સ જજ સંજશ્રી જે ઘરતે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. શારીરિક સંબંધ પ્રસ્તાવિત કરતી વખતે કંડમનો ઉપયોગ કરવો એટલે બંનેની સંમતિથી સમાગમ કરવામાં આવ્યું છે એવો થતો નથી, એવી ટિપ્પણી કોર્ટે કરી હતી. નૌકાદળના એક જવાને તેના મિત્રની પત્ની સાથે કહેવાતી રીતે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આરોપીને કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, જે સમયે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

આ પ્રકરણની સુનાવણી દરમિયાન બંને પક્ષની દલીલો પછી કોર્ટે જણાવ્યું કે ઘટનાસ્થળે કંડમ મળી આવ્યું તેને કારણે આરોપીએ ફરિયાદીની સંમતિથી સંબંધ પ્રસ્થાવિત કર્યા હતા એવું કહેવું પૂરતું નથી. આનો અર્થ એવો પણ થઈ શકે છે કે ભવિષ્યમાં મુશ્કેલી ટાળવા માટે કંડમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એવી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કોર્ટે કરી હતી.

નોંધનીય છે કે ભારતીય નૌકાદળના એક જવાને તેના જ સહયોગી મિત્રની પત્ની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણ હાલમાં કોર્ટમાં સુનાવણીમાં છે. પોલીસ તપાસ પૂરી થઈ ચૂકી છે. પોલીસ તપાસ પૂરી થયા પછી શકમંદ આરોપીના વકીલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે પીડિતો સાથે રાખવામાં આવેલા શારીરિક સંબંધ બંનેની સંમતિથી પ્રસ્થાપિત થયા હતા. આ સંબંધ દરમિયાન જવાન દ્વારા કંડમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો એવી દલીલ આરોપીના વકીલે કરી હતી.

પોલીસ તપાસ પૂરી થવાને લીધે આરોપીની જામીન મંજૂર કરતી વખતે કોર્ટે ઉક્ત મહત્ત્વનપૂર્ણ ટિપ્પણી કરી હતી. શારીરિક સંબંધ દરમિયાન ઉક્ત કંડમનો ઉપયોગ કર્યો તેથી કાંઈ બંનેની સંમતિથી સમાગમ કર્યું એવો થતો નથી. સરકારી વકીલ કલ્પના હિરેએ આરોપીને જામીન આપવા માટે વિરોધ કર્યો હતો અને તપાસ પૂરી થવા છતાં આરોપી પીડિતાને અને તેના પતિને ધમકાવીને કેસને અસર કરી શકે એવી દલીલ કરી હતી. જોકે કોર્ટે આખરે આરોપીને જામીન આપ્યા હતા. ટૂંક સમયમાં આગામી સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...