મનસુખ હત્યા કેસ:મનસુખ હત્યા કેસમાં વસઈ- વિરારના વેપારીની કારનો ઉપયોગ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NIA દ્વારા વેપારીની પૂછપરછ કર્યા પછી પોલીસ રક્ષણની માગણી કરી

મનસુખ હિરણ હત્યા પ્રકરણની તપાસ અત્યારે એનઆઈએ કરે છે. એમાં હજી મુખ્ય ગુનેગારોની શોધ ચાલુ છે. આ દરમિયાન વસઈ-વિરારના વેપારી મયુરેશ રાઉતનો જવાબ એનઆઈએએ નોંધ્યો હતો. મનસુખ હિરણની હત્યાના ષડયંત્રમાં પોતાની ચોરી થયેલી બે કારનો ઉપયોગ કરવામાં આવ્યાનો શક મયુરેશને છે. આ સંદર્ભે એણે ફરિયાદ પણ નોંધાવી છે. આ બાબતે એનઆઈએએ મયુરેશનો જવાબ નોંધ્યો છે. પોતાના જીવને જોખમ છે અને પોતાને પોલીસ સંરક્ષણ મળવું જોઈએ એવી માગણી એણે કરી છે. આ લોકો કંઈ પણ કરી શકે છે. તેઓ જો એન્ટિલિયાની બહાર બોમ્બ રાખી શકે છે તો મારી હત્યા કરવી તો નાનકડી વાત છે એમ મયુરેશે જણાવ્યું હતું.

મયુરેશ રાઉતના જણાવ્યા અનુસાર ૨૦૧૮માં તેની ૨ કારની ચોરી થઈ હતી. એ હજી સુધી મળી નથી. મનસુખ હિરણની હત્યા પછી એણે એનઆઈએ પાસે આ સદંર્ભે ફરિયાદ પણ કરી હતી. મનસુખ હિરણની હત્યાના ષડયંત્રમાં પોતાની ચોરી થયેલી કારનો ઉપયોગ થયાનો શક મયુરેશને છે. આ સંદર્ભે એણે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમવીર સિંહ, પ્રદીપ શર્મા અને રાજકુમાર કોથમિરેના નામ લીધા છે. આ પ્રકરણમાં કોઈ દોષી જણાશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસ એનઆઈએએ આપ્યું છે એમ મયુરેશે પૂછપરછ પછી પ્રસારમાધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.

મારી કાર ચોરી થયા પ્રકરણે હજી પણ એફઆઈઆર નોંધવામાં આવી નથી. આ કાર આજે પણ એ ત્રણેય જણે અથવા પોલીસે છુપાવી રાખી છે. હું ગૃહમંત્રીને પણ મળ્યો. ભ્રષ્ટાચાર વિરોધી ટીમના ડીજીને પણ મળ્યો. મારી સરકારને વિનંતી છે કે તાત્કાલીક વિરાર પોલીસને ગુનો દાખલ કરવાનો નિર્દેશ આપવો એવી માગણી મયુરેશે કરી છે.

મારી હત્યા તો નાની વાત
દરમિયાન પોતાના જીવને જોખમ હોવાનો દાવો મયુરેશે કર્યો છે. મનસુખ હિરણની જેમ મારા જીવને પણ જોખમ છે. મનસુખ હિરણ તેમની નજીકનો મિત્ર છે એટલે હત્યા થઈ. તો પછી મારો અને તેમનો દૂર સુધી કોઈ સંબંધ નથી. મને ધમકી આપતા ફોન આવે છે. આ લોકો કંઈ પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...