તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોસ્ટલ રોડ બોગદામાં ‘સકાર્ડો નોઝલ’ યંત્રણાનો ઉપયોગ

મુંબઈ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોગદામાં હવાની અવરજવર થતી રહે એ માટે 2 મીટર વ્યાસના વિશિષ્ટ પંખા

મુંબઈ મહાપાલિકા દ્વારા બાંધવામાં આવતા કોસ્ટલ રોડમાં ૨.૦૭ કિલોમીટરના બે બોગદા છે. આ બોગદાઓમાં હવાની હેરફેર થતી રહે એ માટે સકાર્ડો નોઝલ નામની અત્યાધુનિક યંત્રણા લગાડવામાં આવશે. ખાસ વાત એટલે વાહનવ્યવહાર માટેના બોગદાઓમાં દેશમાં આવી યંત્રણાનો ઉપયોગ પ્રથમ વખત થઈ રહ્યો છે. આ યંત્રણામાં ૨ મીટર વ્યાસના વિશિષ્ટ પંખા હોય છે. બંને બોગદામાં કુલ ૬ પંખા હશે. એના માટે બોગદાની અંદર અને બોગદાની ઉપર પણ ખાસ પ્રકારનું બાંધકામ કરીને ત્યાં સકાર્ડો નોઝલ યંત્રણા લગાડવામાં આવશે.

આ યંત્રણાનો ઉપયોગ મુખ્યત્ત્વે બોગદામાં હવાની હેરફેર થતી રહે એ માટે થશે. બોગદાની અંદર જનારા વાહનોમાંથી નીકળતો ધુમાડો બોગદાની બહાર ફેંકવા માટે આ યંત્રણાની મદદ થશે એવી માહિતી આ પ્રકલ્પના ચીફ એન્જિનિયર સુપ્રભા મરાઠેએ આપી હતી. સકાર્ડો નોઝલ યંત્રણા બાબતે વધુ માહિતી આપતા શ્રીમતી મરાઠેએ જણાવ્યું કે સકાર્ડો નોઝલ યંત્રણા દ્વારા બોગદાની એક બાજુએથી હવા અત્યંત ઝડપથી અંદર ફેંકવામાં આવશે અને બોગદાની બીજી બાજુએથી એ બહાર ફેંકવામાં આવશે.

​​​​​​​બોગદામાં વાહનવ્યવહાર જે દિશામાં જતો હશે એ જ દિશામાં હવાની હેરફેર થતી રહે એનું ધ્યાન આ યંત્રણા દ્વારા રાખવામાં આવશે. દાખલા તરીકે બોગદામાં વાહનનો પ્રવેશ જે ઠેકાણેથી થશે એ ઠેકાણે સકાર્ડો નોઝલ યંત્રણા લગાડવામાં આવશે. આ યંત્રણાના પંખા દ્વારા એ ઠેકાણેની બહારની હવા બોગદાની અંદર ઝડપથી ફેંકવામાં આવશે અને એ જ સમયે હવાના દબાણને લીધે બોગદામાંથી વાહન જે દિશામાં બહાર નીકળતા હશે એ દિશામાં હવા બહાર ફેંકવાનું કામ પણ થશે. એના લીધે બોગદામાં હવાની હેરફેર થવા સાથે જ વાહનોમાંથી છોડવામાં આવતો ધુમાડો પણ બોગદામાંથી તરત બહાર નીકળશે. એટલે બોગદાનું અંદરનું વાતાવરણ સારું રહેશે.

મિનિટ દીઠ 1800 રાઉન્ડ
સકાર્ડો નોઝલ યંત્રણા અંતર્ગત બંને બોગદાઓના મુખ પાસે પંખા સાથે જોડાયેલી વિશિષ્ટ યંત્રણા લગાડવામાં આવશે. આ યંત્રણામાં પંખાવાળા ભાગને બોગદાની ઉપર એક ઈમારત બાંધીને એમાં લગાડવામાં આવશે. આ પંખા મિનિટ દીઠ ૧૮૦૦ રાઉન્ડ જેટલી ઝડપે ગોળ ફરશે. એક સમયે એક બોગદાના ૨ પંખા ચાલુ રહેશે. ત્રણેય પંખા એક પછી એક ચાલુ રહેશે. સકાર્ડો નોઝલ યંત્રણાની લાઈફ ૫૦ વર્ષ છે. એના પર આગની અસર નહીં થાય એવી આ યંત્રણા છે.

દુર્ઘટનાના સમયે પણ ઉપયોગી
કોઈ દુર્ઘટનાના સમયે વાહનમાં આગ લાગવાથી નીકળતો ધુમાડો પણ આ યંત્રણા દ્વારા ઝડપથી બહારની દિશામાં ફેંકાશે જેથી બોગદામાં ધુમાડો ન રહે અને આપ્તકાલીન પરિસ્થિતિમાં નિયોજન કરવું સહેલું થશે. આ સકાર્ડો નોઝલ યંત્રણા અગ્નિશમન દળ અને આપ્તકાલીન વ્યવસ્થાપન યંત્રણા માટે પૂરક બનશે એવી માહિતી મરાઠેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો