તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને પછી શિવસેનાના નેતા સંજય રાઉતના કુટુંબીને ઈડીએ નોટિસ બજાવી. એ પછી મોદી સરકાર અને રાજ્યના ભાજપ નેતાઓ વિરુદ્ધ મહાવિકાસ આઘાડીના નેતાઓએ ટીકા કરી. મહારાષ્ટ્રમાં સીબીઆઈને કોઈ પણ પ્રકારની તપાસ કરવી હશે તો રાજ્ય સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે.
સીબીઆઈને રાજ્યમાં આવવાથી રોકવામાં આવી હોવાથી હવે કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓ ઈડીને હાથમાં રાખી વેરનું રાજકારણ કરી રહ્યા છે એવો આરોપ રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કર્યો હતો. મુંબઈમાં રાષ્ટ્રવાદીના પ્રદેશ કાર્યાલય નજીક તેમણે પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો. ઈડીની આડશમાં ભાજપ વેરનું રાજકારણ કરે છે એ ગંભીર બાબત છે. ભાજપ નેતાઓ વિરુદ્ધ અથવા ધોરણ વિરુદ્ધ બોલવામાં આવે તો તરત ઈડીની નોટિસ મોકલવામાં આવે છે. આ જ કામ શરૂઆતમાં સીબીઆઈ કરતી હતી. પણ રાજ્યમાં પૂછપરછ કરવી હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે એવો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાથી સીબીઆઈ બાબતે હવે કેન્દ્ર સરકાર પણ કંઈ જ કરી શકતી નથી.
આવી પરિસ્થિતિમાં રાજકીય વેરની ભાવનાથી ઈડીની મદદથી કાર્યવાહી કરવામાં આવે છે. જે પદ્ધતિથી ઈડીનો રાજકારણ માટે ઉપયોગ થઈ રહ્યો છે એ જોઈને આ પ્રકારનું રાજકારણ દેશમાં કયારેય જોવા મળ્યું નથી એમ પણ અનિલ દેશમુખે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇડી અત્યારે રાજ્યભરમાં ઘણાં કેસિસ પર કાર્યરત છે.
નવા વર્ષનું સ્વાગત સાદગીથી કરો
કોરોનાનું સંકટ હજી માથે ઊભું છે. તેથી નવા વર્ષનું સ્વાગત શાંતી અને સાદગીથી ઊજવીને કરવું એવી હાકલ દેશમુખે રાજ્યની જનતાને કરી છે. નવા વર્ષના સેલિબ્રેશન માટે રાત્રે 11 વાગ્યા સુધી હોટેલો, પબ, રેસ્ટોરંટ્સ ખુલ્લા રહેશે. જો કે રાત્રે 11 વાગ્યે બધું બંધ થઈ જશે. એનો અર્થ ઘરની બહાર જઈને દવાઓ ખરીદવી નહીં એવો નથી કે મિત્રો પાસે જવા પર બંધી નથી. પણ સાર્વજનિક ઠેકાણે 5 કરતા વધુ લોકોના ભેગા થવા પર બંધી છે.
જનતાએ રાજ્ય સરકારે આપેલી નિયમાવલીનું પાલન કરવું એવી હાકલ કરતા મોટા શહેરોમાં જે હિલ સ્ટેશન છે ત્યાં પણ બંધીઓ પાળવાની સૂચના જે તે જિલ્લા પોલીસ અધિક્ષકને આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.