તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ફોર્સ વાપરો પણ રાણેને કબજામાં લોઃ પરબ સતત પોલીસના સંપર્કમાં હતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરપકડનો ઓર્ડર તેઓ શેના માગે છે, કોર્ટે જામીન નકારી કાઢ્યા છે

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને કાન નીચે તમાચો ચોડવાનું વક્તવ્ય કરનાર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની રત્નાગિરિના સંગમેશ્વર સ્થિત ગોળવલીકર ગામમાં ધરપકડ કરવામાં આવી હતી. રત્નાગિરિ પોલીસે રાણેની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ધરપકડની કાર્યવાહી કરી હતી. નાશિક અને પુણે પોલીસે કોંકણમાં ટીમો મોકલી હતી. આખરે પોલીસે રત્નાગિરિમાં રાણેની ધરપકડ કરી. તે પૂર્વે રાણેએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે જામીન અરજી નકારી કાઢવાથી રાણેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ પૂર્વે ભાજપના નેતાઓ અડીને બેઠા હતા. ધરપકડ વોરન્ટ બતાવો પછી જ કાર્યવાહી કરો. ધરપકડ વોરન્ટ હોય તો અમે પોતે પોલીસ વાહનમાં આવીને બેસી જઈશું. પોલીસો પર રાજકીય દબાણ છે. કાર્યવાહી કરવાના આદેશ આવી રહ્યા છે, એમ ભાજપને નેતાએ જણાવ્યું હતું. ધરપકડ કરવા આવેલા એસપીએ અમારી પર સખત દબાણ છે, તમે ચાલો એમ સતત કહેતા હતા એમ ભાજપના નેતાએ જણાવ્યું હતું.ભાજપના આ દાવા પછી રાજ્યના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબની પત્રકાર પરિષદનો વિડિયો બહાર આવ્યો છે.

પરબે રત્નાગિરિમાં પત્રકાર પરિષદ લીધી હતી. તે સમયે તેમને પોલીસના ફોન કોલ્સ આવતા હતા.પરબને ફોન કોલ્સ આવતા હતા. તેમનું બોલવાનું પત્રકાર પરિષદમાં રખાયેલા માઈકમાં રેકોર્ડ થતું હતું, જેની પરબને પણ કલ્પના નહોતા.

પરબ પોલીસને કહેતા હતા હું હાલમાં રત્નાગિરિમાં છું. હું હમણાં જ સીએમ સાહેબને પૂછી લઉં છું... હા... હું નક્કી કરું છું, પછી આપણને તુરંત બ્રીફ કરવું પડશે ને, હા હા હા... તો પછી કોને બ્રીફ કરવા કહું, ડીજીને કહું છું. હું ડીજી (રાજ્યના પોલીસ પ્રમુખ)ને કહું છું. હા... ઠીક છે, હું હવે ડીજીને કહું છું તાબડતોબ... ઠીક છે. હું તાબડતોબ બોલું છું. દરમિયાન વિધાનસભ્ય ભાસ્કર જાધવ મોબાઈલમાં કોઈક મેસેજ પરબને બતાવે છે. જાધવ કહે છે, કોર્ટે પણ નકાર આપ્યો છે...

આ પછી થોડા વાર બાદ પરબ પોલીસને ફોન લગાવે છે. હેલ્લ, શું કરી રહ્યા છો તમે લોકો. નહીં પણ તે તમારે કરવું પડશે... તમે... કબજામાં લો છો કે નહીં. તેઓ ઓર્ડર શેનો માગે છે, અરે હાઈ કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ જામીન નકારી કાઢ્યા છે. તો પછી લો ને... પોલીસ ફોર્સ વાપરીને કરો... જો સમય વેડફાશે તો કોર્ટબાજી ચાલુ જ રહેશે. ઠીક છે... ઓકે.

ફોન બંધ થયા પછી જાધવ પરબને કહે છે, રાણેને કબજામાં લઈ લીધા છે એવું લાગે છે. આ પછી પરબ જાધવને કહે છે, ઘરમાં બેઠો છે, પોલીસે ઘેરો ઘાલ્યો છે, પોલીસ અંદર ગયા ત્યારે ધક્કામુક્કી થઈ. હવે પોલીસ ખેંચીને બહાર કાઢી રહ્યા છે. જાધવ કહે છે..ચાલો હવે ખતમ કરવું (પત્રકાર પરિષદ) જોઈએ.

દરમિયાન પત્રકારોએ પરબને પૂછ્યું, રાણેની ધરપકડ થઈ છે કે શું, પરબે જવાબ આપ્યો... મને હજુ તે અંગે જાણ નથી. આથી હું ધરપકડ વિશે કશું કહી શકું એમનથી. હું તમારી સામે બેઠો છું. અને પત્રકાર પરિષદ આટોપી લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...