તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Until The Lockdown This New Rule, Lawyers In Court Will Now Only Have To Come In White Shirts And Ties

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઈડલાઇન:નવો નિયમ, કોર્ટમાં હવે વકીલોએ ફક્ત સફેદ શર્ટ અને ટાઈમાં આવવાનું રહેશે

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન સુધી આ નવો નિયમ લાગુ રહેશે

કોવિડ-19ના કારણે દેશભરની અને  મહારાષ્ટ્ર તેમ જ મુંબઇ હાઈ કોર્ટ સહિત તમામ કોર્ટની નિયમિત કાર્યવાહી અટકી પડી હતી. હવે લોકડાઉનના ચોથા તબક્કામાં વધુ છૂટછાટો જાહેર થવાની શકયતા જોતાં આગામી દિવસોમાં કોર્ટની કાર્યવાહી ફરીથી શરૂ કરવા માટે કેટલાંક મહત્ત્વનાં પગલાંમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના વકીલો અને જજ માટે ડ્રેસ કોડની એક ગાઈડલાઇન ગુરુવારે બહાર પાડી હતી, જેને મુંબઈના વકીલોએ આવકાર આપ્યો છે.બોરીવલી કોર્ટના સિનિયર એડવોકેટ  ક્ષિતિજ મહેતા (નાનુભાઇ)એ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, સુપ્રીમના આદેશને આધારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ  ગુરુવારે  એવો ઠરાવ કર્યો હતો કે, આખા દેશની બધી કોર્ટમાં વકીલોએ સફેદ શર્ટ અને નેક-ટાઇ કોર્ટની કાર્યવાહી દરમિયાન પહેરવાની રહેશે. આગામી આદેશ સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. આને કારણે એડવોકેટસને કોટ અને ટાઇના ડ્રેસકોડમાંથી હાલપૂરતી રાહત મળશે. કોટ અને ટાઇ દરરોજ ધોવાનું શક્ય બની શકે નહીં. આથી આ નિર્ણય લેવાયો છે.બાંદરાની ફેમિલી કોર્ટનાં સિનિયર એડવોકેટ, શિલ્પી શ્યામાણીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, ડ્રેસકોડમાંથી હાલપૂરતી મુક્તિ આપવાનું કોરોના સામેની લડાઇમાં મહત્ત્વનું આવકારદાયક પગલું છે. હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રફુલ્લ શાહે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, આ નિર્ણય જરૂરી હતો અને અમે તેને આવકારીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો