તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રમાં એક તરફ જ્યાં વિધાન પરિષદની 4 બેઠકોની હારને કારણે ભાજપના નેતાઓમાં નિરાશા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર અને શિરડીના ભાજપ નેતાઓ, કાર્યકરો માટે સાંઇબાબા શહેર શિરડીમાંથી રાહત સમાચાર આવ્યા છે. શિરડી નગરપાલિકામાં મેયરના પદ પર ભાજપના શિવાજી ગોંડકરે બિનહરીફ વિજય મેળવ્યો છે. પાલિકામાં કોંગ્રેસ પક્ષના 3, શિવસેનાના 1, મનસેના 1 અને ભાજપના 3 કોર્પોરેટરો સાથે ર અપક્ષના કાઉન્સિલરો હતા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે, ભાજપના ઉમેદવાર શિવાજી ગોંડકર માટે તમામ પક્ષના નગરસેવકોનું તેમને સમર્થન મળતાં તેઓ બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા. શનિવારે ૫ ડિસેમ્બરના અરજી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ભૂતપૂર્વ નગરાધ્યક્ષ અનિતા જગતાપ અને ભૂતપૂર્વ ઉપનગરાધ્યક્ષ જગન્નાથ ગોંદકરે અરજી પાછી ખેંચી હતી. એ સાથે ભાજપના શિવાજી ગોંદકરની નગરાધ્યક્ષ પદે બિનવિરોધ વરણી નિશ્ચિત થઈ હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.