પાર્લા હત્યા પ્રકરણ:જમાઈનો સાસુ સાથે અનૈસર્ગિક અત્યાચાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PMના અહેવાલમાં ખુલાસો થતાં નવી કલમ ઉમેરાઈ

સાકીનાકા દુષ્કર્મ- હત્યાનો અરેરાટીજનક કિસ્સો ગાજી રહ્યો છે ત્યાં વિલે પાર્લે ખાતે વૃદ્ધ સાસુની હત્યા કરનારા જમાઈએ અનૈસર્ગિક અત્યાચાર કર્યો હતો એવું બહાર આવ્યું છે. આને કારણે પોલીસે હવે તેમાં નવી કલમનો ઉમેરો કર્યો છે. આરોપીને કોર્ટમાં હાજર કરાતાં 14 સપ્ટેબર સુધી પોલીસ કસ્ટડી વધારવામાં આવી છે.

2 સપ્ટેમ્બરે પાર્લામાં 61 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મૃતકના જમાઈએ જ કરી હતી. મૃતકનો જમાઈ રેકોર્ડ પરનો ગુનેગાર છે. હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. આ પછી વિલે પાર્લે પોલીસે તેની ધરપકડ કરી હતી. દરમિયાન પોસ્ટમોર્ટમ અહેવાલમાં વૃદ્ધા સાથે અનૈસર્ગિક અત્યાચાર કરવામાં આવ્યો હતો એવું બહાર આવ્યું છે.આરોપીએ તેની સાસુના ગુપ્ત ભાગો પર બાંબૂ દ્વારા અનૈસર્ગિક અત્યાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપી વિરુદ્ધ 28થી વધુ ગુના નોંધાયેલા છે. આઠ ગુનામાં તેને સજા પણ થઈ છે. હત્યાના બે દિવસ પૂર્વે જ પુણેની યેરવડા જેલમાંથી તે છૂટ્યો હતો. તે સમયે તેની પત્નીએ બીજાં લગ્ન કર્યાં હોવાનું તેને જાણવા મળ્યું હતું.

આથી તે પત્નીને જવાબ પૂછવા જવાનો હતો. જોકે તે બીજા પતિ સાથે ક્યાં રહે છે તેની જાણ નહીં હોવાથી આરોપી સરનામું પૂછવા માટે બીજા દિવસે પાર્લામાં સાસુ પાસે આવ્યો હતો. સાસુએ દીકરીનું સરનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો, જેમાંથી બંને વચ્ચે વાદવિવાદ થયો હતો, જે પછી સાસુના માથામાં ટાઈલ્સના અનેક ઘા ઝીંકીને હત્યા કરીને આરોપી ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...