તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બોગસ આઈકાર્ડ પ્રવાસ રોકવા યુનિવર્સલ ટ્રાવેલ પાસની યોજના

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા પ્રવાસી અનધિકૃત પ્રવાસ કરી રહ્યા હોવાથી નિર્ણય લેવાયો

બનાવટી ઓળખપત્ર બનાવીને લોકલમાં પ્રવાસ કરતા લોકો પર અંકુશ મૂકવા રાજ્ય સરકારે રેલવે વિભાગને પત્ર લખ્યો છે. ઉપનગરીય રેલવે પ્રવાસ માટે હવે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી રહેશે. અત્યાવશ્યક સેવાના પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવા યુનિવર્સલ ટ્રાવેલ પાસ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. બનાવટી ઓળખપત્રના આધારે લોકલમાં થતી ઘુસણખોરી ટાળવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

અત્યારે મધ્ય રેલવેમાં 18 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવેમાં 11 થી 12 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એમાંથી લગભગ 50 ટકા પ્રવાસીઓ બનાવટી ઓળખપત્ર બનાવીને રેલવે ટિકિટ મેળવતા હોવાનો શક છે. તેથી અત્યાવશ્યક સેવાના પ્રવાસીઓએ યુનિવર્સલ ટ્રાવેલ પાસ લેવો ફરજિયાત રહેશે.

ડેલ્ટા પ્લસ વાયરસનું જોખમ અને ત્રીજી લહેર ટાળવા માટે લોકલમાં ગિરદી ઓછી કરવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે. અત્યાવશ્યક સેવાના પ્રવાસીઓએ લોકલમાં પ્રવાસ કરવા યુનિવર્સલ ટ્રાવેલ પાસ મેળવવા માટે વેબસાઈટ પર જઈને પોતાના મોબાઈલ નંબર પર ઓટીપી મેળવીને પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.

પશ્ચિમ રેલવેની કાર્યવાહી
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પરિપત્ર અનુસાર પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગ પર 1 એપ્રિલથી 25 જૂન 2021 સુધીના સમયગાળામાં બનાવટી ઓળખપત્રના 740 પ્રકરણોમાં રૂ. 3,70,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરપીએફ દ્વારા બનાવટી ઓળખપત્ર વાપરવા સંદર્ભે 52 પ્રકરણ નોંધવામાં આવ્યા છે. એમાં 3 પ્રવાસીઓ દોષી જણાયા અને રૂ. 20,000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. બનાવટી ઓળખપત્ર પર કોઈ પ્રવાસી લોકલમાં પ્રવાસ કરતો પકડાય તો રૂ. 500 દંડની જોગવાઈ છે અથવા રેલવે અધિનિયમ અંતર્ગત એના વિરુદ્ધ કેસ નોંધી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...