તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:અનોખુ આયોજન: ગાંધી નવલકથા લેખન સ્પર્ધા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા 150મી ગાંધી જયંતી નિમિત્તે નવલકથા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેખન સ્પર્ધામાં ઓછામાં ઓછા 40,000 અને વધુમાં વધુ 60,000 શબ્દ, સંપૂર્ણપણે મૌલિક કૃતિ, અગાઉ પ્રગટ થયેલી નહીં હોવી જોઈએ.નવલકથા એ-4નાં ચાર પાનાં પર કાગળની એક બાજુ પર સ્વચ્છ અક્ષરે લખવાની રહેશે. સ્પર્ધાનું પહેલું ઈનામ રૂ. 25,000, બીજું રૂ. 15,000, ત્રીજું રૂ. 11,000 રહેશે. લેખકનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈ-મેઈલ આઈડી, ઉંમર, પૂર્વ-પ્રકાશિત કૃતિઓ વગેરેની વિગત અલગ કાગળ પર લખી એક ફોટો સાથે મોકલવાનો અનુરોધ સમાજના પ્રમુખ હેમરાજ શાહે કર્યો છે.નવલકથા 31મી ડિસેમ્બર, 2020 સુધી બૃહદ મુબઈ ગુજરાતી સમાજ, કે/ઓ. રેખા પ્રકાશન, 41 કરેલવાડી, ઠાકુરદ્વાર, મુંબઈ-2ને સરનામે સ્પીડપોસ્ટ કે કુરિયરથી મોકલવાનો અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...