તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:તરતી પાર્શ્વનાથની મૂર્તિ પર આજથી અખંડ જળાભિષેક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંદિવલીના આરાધના ભવનમાં આયોજન

રામેશ્વરમના સમુદ્રમાંથી મળી આવેલી હજારો વર્ષ જૂની પાર્શ્વનાથ ભગવાનની પાણીમાં તરતા ૭૦૦ ગ્રામ વજન ધરાવતી પથ્થરની મૂર્તિ પર ગંગા સહિતની વિશ્વની ૧૦૦૮ નદીના પાણીથી ત્રણ દિવસ અભિષેક કરવાનું આયોજન સાગર સમુદાયના પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસગાર મહારાજસાહેબની નિશ્રામાં કાંદિવલી (પૂર્વ)ના ઠાકુર વિલેજ ખાતેના શ્રી એવરશાઈન જૈન સંઘ, આગમોદ્ધારક આરાધના ભવનમાં ગુરુવાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ત્રણ દિવસ કરવામાં આવ્યું છે.

એક હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબે નવ અંગના આગમ સૂત્ર પર ટિકા રચી હતી. જૈન શાસ્ત્રમાં નોંધ છે કે અતિ શ્રમને કારણે તેમના શરીરમાં સફેદ કોઢ થયો હતો. ટીકા રચવામાં દોષ કરવાથી કોઢ થયો હોવાનો લોકોએ આરોપ મૂક્યો હતો. જૈનાચાર્યએ એ સમયે શાસનદેવને પ્રાર્થના કરતાં ખંભાત અને ખેડાની વચ્ચે વહેતી શેઢી નદીના કિનારે પરમાત્માનું સ્મરણ કરવાથી નદીમાંથી ભગવાનની પ્રતિમા બહાર આવશે, જેની પર જળાભિષેક કરવાથી કોઢ મટી જશે અને તેમના દ્વારા રચેલા ગ્રંથોને નદીમાં પધરાવવાથી એ તરતા રહેશે.

જૈનાચાર્યએ ઈશ્વરનું સ્મરણ કરતાં નદીમાંથી સ્તંભન પાર્શ્વનાથ પરમાત્મા પ્રગટ થયા હતા. તેમના પર અભિષેક કરતાં તેમનો કોઢ મટી ગયો હતો. આ પ્રતિમા આજે પણ ખંભાતમાં બિરાજમાન છે. પૂજ્ય આ. સાગરચંદ્રસાગર મ.સા.ના જણાવ્યા મુજબ આજના કોરોના કાળમાં આવી જ રીતે સમુદ્રમાંથી મળી આવેલી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર ત્રણ દિવસ અખંડ જળાભિષેક કરવાથી અભિષેકનું પાણી બાટલીમાં ભરીને લોકોને વહેંચવામાં આવશે તો કોરોના સહિતના વાયરસનું જોખમ ઓછું થશે.

અન્ય સમાચારો પણ છે...