તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:હાજીઅલીમાં 1200 વાહન કેપેસિટી સાથે 4 સ્થળો પર અંડરગ્રાઉન્ડ પાર્કિંગ વિકસાવાશે

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડની 10.58 કિલોમીટર લંબાઇ, ઈંટરચેંજ લંબાઈ 15.33 કિમી
 • દરેક બોગદાની લંબાઈ 2.072 કિમી હશે
 • જુલાઈ 2023 સુધીમાં મુંબઇ કોસ્ટલ રોડનું કામ પૂરું કરાશે

મુંબઈ કોસ્ટલ રોડ પ્રકલ્પ (દક્ષિણ) બૃહન્મુંબઈ મહાપાલિકાએ શરૂ કરેલ એક અત્યંત પ્રતિષ્ઠિત અને મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રકલ્પ પ્રવાસનો સમય ઓછો કરશે, અત્યારના રસ્તાઓની રાહદારી ઓછી કરશે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર ઓછું કરશે. સમર્પિત બીઆરટીએસ દ્વારા સાર્વજનિક પરિવહન સુધરશે અને જરૂરી અતિરિક્ત લીલા પટ્ટાનું નિર્માણ થશે. આ પ્રકલ્પનું કામ ઓકટોબર 2018માં શરૂ થયું પણ જ્યુડિશિયલ બાબતો અને કોવિડ-19ના રોગચાળાને લીધે પ્રકલ્પના કામ પર થોડા પ્રમાણમાં અસર થઈ. કોસ્ટલ રોડ પ્રકલ્પનું કામ અત્યારે ઝડપથી ચાલી રહ્યું છે અને આ પ્રકલ્પ જુલાઈ 2023 સુધી પૂરું કરવાનું નિયોજન છે. બૃહન્મુંબઈ મહાપાલિકાએ શરૂ કરેલ કોસ્ટલ રોડ પ્રકલ્પનું બાંધકામ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દરા-વરલી સીલિન્કના દક્ષિણ છેડા સુધી છે.

આ રસ્તાનું લંબાઈ 10.58 કિલોમીટર છે. પ્રસ્તાવિત કોસ્ટલ રોડ પ્રકલ્પમાં ચાર વત્તા ચાર લેવ ભરાવ પરના રસ્તા, પુલ, એલિવેટેડ રસ્તા અને બોગદા છે. આ કોસ્ટલ રોડ ત્રણ પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પેકેજ 3 પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી પ્રિયદર્શિની પાર્ક, પેકેજ 1 પ્રિયદર્શિની પાર્કથી વડોદરા પેલેસ અને પેકેજ 2 વડોદરા પેલેસથી બાન્દરા-વરલી સીલિન્ક સુધી છે. પેકેજ 3ની લંબાઈ 4.05 કિમી, પેકેજ 1ની લંબાઈ 3.82 કિમી અને પેકેજ 2ની લંબાઈ 2.71 કિમી છે. પેકેજ 3 અને1ના કોન્ટ્રેકટર મે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ છે જ્યારે પેકેજ 2 માટે મે. એચસીસી-એચડીસી (સહિયારો ઉપક્રમ) કોન્ટ્રેકટર છે. કોસ્ટલ રોડ પ્રકલ્પમાં દરેક પેકેજના સુપરવિઝન માટે એક પ્રકલ્પ વ્યવસ્થાપન સલાહકારની નિયુક્તી કરવામાં આવી છે. કરારના એન્જિનિયર તરીકે કામ કરવા માટે એક સલાહકાર નિમવામાં આવ્યો છે. આ પ્રકલ્પના બાંધકામની કુલ કિંમત રૂ. 8429 કરોડ છે.

હાજી અલી 8 ટર્નિંગ અને વરલી 6 ટર્નિંગ છે
કોસ્ટલ રોડની કુલ લંબાઈ 10.58 કિલોમીટર છે અને ઈંટરચેંજની લંબાઈ 15.33 કિમી છે. દરેક બોગદાની લંબાઈ 2.072 કિમી છે. કોસ્ટલ રોડ પર 3 ઈટંરચેંજ અમરસન્સ, હાજી અલી અને વરલીમાં છે. અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગ માટે 4 જગ્યા અનામત છે. મશીને તૈયાર કરેલ 11 મીટર વ્યાસના બોગદામાં સુરક્ષાની તમામ વ્યવસ્થા હશે. અમરસન્સ ગાર્ડનના ઈંટરચેંજ 4 ટર્નિંગ, હાજી અલી 8 ટર્નિંગ અને વરલી 6 ટર્નિંગ છે.

વરલી ખાતે બે પાર્કિંગમાં 200 વાહન પાર્ક થશે
અમરસન્સ ગાર્ડન ખાતે પ્રસ્તાવિત પાર્કિંગ 200 વાહન માટે અને હાજી અલી ખાતે 1200 વાહન માટે છે. વરલી ખાતે બે પાર્કિંગ હશે જેમાં દરેક ઠેકાણે 200 વાહન ઊભા રહી શકશે. ઉપરાંત વરલી ખાતે એક બીઆરટીએસ બસ ડેપો પ્રસ્તાવિત છે. અત્યારે રેકલેમેશન, પાઈલિંગ, ટીબીએમ ભાગોનું લોન્ચિંગ, ગર્ડરનું કાસ્ટિંગ વગેરે કામ ચાલુ છે. કોસ્ટલ રોડ પ્રકલ્પના કામની પ્રગતિ લગભગ 20 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો