તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • U turn Of The Government After The Announcement Of The Congress Minister Of Unlock In Eighteen Districts

મહારાષ્ટ્ર સરકારનું અભી બોલા અભી ફોક:અઢાર જિલ્લામાં અનલોકની કોંગ્રેસના મંત્રીની ઘોષણા બાદ સરકારનો U-ટર્ન

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજય વડેટ્ટીવારે કહ્યું થાણે સહિત 18 જિલ્લામાં શુક્રવારથી અનલોક, મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઈનકાર કરી દીધો

કોરોના પોઝિટિવિટી દર ઓછો થતાં અને ઓક્યુપાઈડ ઓક્સિજન બેડની સંખ્યા ઓછી થતાં થાણે સહિત 18 જિલ્લામાં શુક્રવારથી સંપૂર્ણ અનલોક કરવામાં આવશે એવી ઘોષણા કોંગ્રેસના મંત્રી વિજય વડેટ્ટીવારે ગુરુવારે સાંજે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની બેઠક બાદ તુરંત કરી હતી. જોકે તેના ગણતરીના સમયમાં મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રીનાં કાર્યાલયોએ અનલોકનો ઈનકાર કરીને પરિસ્થિતિનો કયાસ મેળવ્યા પછી જ અંતિમ નિર્ણય ઘોષિત કરાશે એમ કહ્યું હતું.મહારાષ્ટ્રમાં પાંચ તબક્કા અનુસાર અનલોક કરવામાં આવશે. આ માટે સંબંધિત જિલ્લામાં પોઝિટિવિટી દરની શરત રાખવામાં આવી છે.

હાલમાં પરિસ્થિતિમાં પાંચ તબક્કામાં અનલોક કરવામાં આવશે. આ પાંચ તબક્કામાંથી પ્રથમ શ્રેણી અનુસાર જે જિલ્લામાં પાંચ ટકા પોઝિટિવિટી રેડ હોય અને ઓક્સિજન બેડ 25 ટકાથી ઓછા ઓક્યુપાઈડ હોય ત્યાં સંપૂર્ણ અનલોક થશે. તેમાં રેસ્ટોરાં, મોલ, નિયમિત દુકાનો અથવા ટ્રેન પણ શરૂ થશે. જિલ્લા અને મહાનગરપાલિકાના મળીને 43 ભાગ કરવામાં આવ્યા છે. આ સર્વ નિયમોની શુક્રવારથી અમલબજાવણી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. સંપૂર્ણ અનલોક થનારા જિલ્લામાં સાર્વજનિક ઠેકાણાં, ઉદ્યાન, સાઈકલિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક, ખાનગી કાર્યાલયો, સરકારી કાર્યાલયોને 100 ટકા છૂટ, મેદાનો અને થિયેટરોને પરવાનગી આપવામાં આવશે.

શૂટિંગને પણ પરવાનગી આપવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમોને પરવાનગી અપાશે. લગ્ન સમારંભમાં પણ 100 ટકા હાજરીની પરવાનગી અપાશે, એમ વડેટ્ટીવારે જણાવ્યું હતું. અનલોકના પાંચ માપદંડ : પ્રથમ સ્તરમાં પોઝિટિવિટી રેટ 5 ટકા અને ઓક્સિજન બેડ 25 ટકાથી ઓછા ઓક્યુપાઈડ હોય તે જિલ્લો સંપૂર્ણ અનલોક કરાશે. બીજા સ્તરે પોઝિટિવિટી રેટ 5 ટકા અને ઓક્સિજન બેડ 25થી 40 ટકા વચ્ચે ઓક્યુપાઈડ હોય તે જિલ્લો મર્યાદિત સ્વરૂપમાં અનલોક કરાશે. ત્રીજા તબક્કામાં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા અને ઓક્સિજન બેડ 40થી વધુ ટકા ઓક્યુપાઈડ હોય તે જિલ્લામાં નિયંત્રણો સાથે અનલોક લાગુ કરાશે.

ચોથા સ્તરે પોઝિટિવિટી રેટ 10થી 20 ટકા અને ઓક્સિજન બેડ 60 ટકાથી વધુ ઓક્યુપાઈડ હોય તે જિલ્લામાં નિયંત્રણો ચાલુ રહેશે. પાંચમા સ્તરે પોઝિટિવિટી રેટ 20 ટકાથી વધુ અને ઓક્સિજન બેડ 75 ટકાથી વધુ ઓક્યુપાઈડ હોય તે જિલ્લો રેડ ઝોન હશે, જ્યાં સંપૂર્ણ લોકડાઉન કરાશે, એમ પણ વડેટ્ટીવારે જણાવ્યું હતું.

મુંબઈનો બીજા સ્તરમાં સમાવેશ : મુંબઈનો બીજા સ્તરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી મુંબઈમાં હાલમાં લોકલ ટ્રેનો શરૂ નહીં થશે. જોકે આગામી અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા ઓછી થાય તો લોકલ સંબંધમાં નિર્ણય લેવાશે. બીજા સ્તરમાં મુંબઈ, મુંબઈ ઉપનગર, નંદુરબાર જિલ્લાનો સમાવેશ થાય છે, એમ પણ જણાવ્યું હતું. જોકે હોશે હોશે કરાયેલી આ ઘોષણાનું સુરસુરિયું થઈ ગયું હતું.

થાણે સહિત તે 18 જિલ્લા કયા
વડેટ્ટીવારની અગાઉ ઘોષણા અનુસાર પ્રથમ તબક્કામાં 18 જિલ્લા અનલોક કરવામાં આવશે, જેમાં ધુળે, ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ગડચિરોલી, ચંદ્રપુર, ગોંદિયા, જલગામ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ, નાશિક, પરભણી, થાણે, વર્ધા. વાશીમ અને યવતમાળનો સમાવેશ થાય છે. તેની અમલબજાવણી શુક્રવારથી કરવામાં આવશે.​​​​​​​

લોકડાઉન હટાવવાનું હજુ વિચારાધીનઃ CM
વડેટ્ટીવારની ઘોષણાના ગણતરીના સમયમાં મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી કાર્યાલયે વડેટ્ટીવારની ઘોષણાને નકારીને જણાવ્યું હતું કે યંત્રણો હજુ ઉઠાવાયાં નથી. તે વિચારાધીન છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાને આધારે નિયંત્રણ કડક બનાવવા કે હળવાં કરવા તે અંગે વિગતવાર સૂચના સરકાર જારી કરાશે. પાંચ તબક્કામાં અનલોકનો વિચાર છે. જિલ્લાના સંબંધિત પ્રશાસકીય ઘટકો પાસેથી સંપૂર્ણ કયાસ મેળવીને અમલબજાવણીનો વિચાર કરાશે. સ્થાનિક પ્રશાસન પાસેથી આ વિશેની માહિતી તપાસવામાં આવશે. આ પછી જ અંતિમ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...