મુંબઈ સેન્ટ્રલ- ગાંધીનગર કેપિટલ શતાબ્દિ એક્સપ્રેસમાં છેલ્લા એક મહિનાથી પ્રયોગાત્મક ધોરણે જોડવામાં આવેલા વિસ્ટા ડોમ કોચને અદભુત પ્રતિસાદ મળતાં હવે 17મી મેથી અમલ સાથે ટ્રેનમાં બે વિસ્ટા ડોમ કોચ કાયમી ધોરણે જોડવાનો નિર્ણય લેવાયો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ટ્રેન નં. 12009/10માં કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. 12 મેથી 16 મેના વચગાળાના સમયમાં ફક્ત એક વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવ્યો છે.
એક કોચમાં 44 પ્રવાસી બેસી શકે છે, જેમાં મોટી કાચની બારીઓ, કાચની છત, ફરતી સીટ અને ઓબ્ઝર્વેશન લાઉન્જ હોવાથી પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન બહારનો મંત્રમુગ્ધ કરનારો નજારો જોવા મળે છે.
આને કારણે આરંભથી જ આ કોચને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત હવે આ કોચનું બુકિંગ ટ્રેનના અન્ય કોચ સાથે જોડવામાં આવ્યું છે અને પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર પણ તે મળી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.