મુંબઈના ધારાવી પરિસરમાં ચાકુની ધાક દેખાડીને એક 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બે અજ્ઞાત વ્યક્તિઓએ ઘરમાં ઘુસીને આ યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પોતાના કુકર્મનો વીડિયો રેકોર્ડ કર્યો હતો એમ પીડિતાએ પોલીસને જણાવ્યું હતું. પીડિત યુવતી વિવાહીત છે. બપોરના સમયે પીડિતા પોતાના ઘરમાં સુતી હતી. એ સમયે એના સસરા ઘરની બહાર નીકળ્યા પણ દરવાજો બંધ કર્યો ન હતો. એ પછી સાંજે બે અજ્ઞાત વ્યક્તિ ઘરમાં ઘુસી આવ્યા અને ચાકુની ધાક દેખાડીને દુષ્કર્મ કર્યું હતું.
આ સમયે એક આરોપી મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરતો હતો. આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા મોઢાં પર રૂમાલ બાંધ્યો હતો. ધારાવી પોલીસે આ પ્રકરણે બે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ઈંડિયન પીનલ કોડની કલમ 376, 376(ડી), 425, 354(એ), 354(બી), 354(ડી), 506(2) સહિત આઈટી કાયદાની કલમ 67, 67(એ), 66(ઈ) અનુસાર ગુનો નોંધ્યો હતો. પોલીસે પીડિતાનો જવાબ નોંધીને તપાસ શરૂ કરી હતી.
બે સગીર છોકરીઓ સાથે અત્યાચાર
વસઈમાં બે સગીર છોકરીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં કામ આપવાની લાલચ દેખાડીને જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.