આયોજન:એરપોર્ટથી દહિસર અને બાન્દરા સુધી બે અંડરગ્રાઉન્ડ રોડ બંધાશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેક્ષણનું કામ અને સલાહકાર નિમણુકની પ્રક્રિયા અંતિમ તબક્કામાં

આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દહિસર અને બાન્દરાની દિશામાં જવા માટે અંડરગ્રાઉન્ડ માર્ગ બાંધવામાં આવશે. અત્યારે એના સર્વેક્ષણનું કામ અને સલાહકાર નિમણુકની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ અંડરગ્રાઉન્ડ રોડ બન્યા પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દહિસર અને બાન્દરા જવા માટે વાહનોને સહેલું થઈ જશે અને પ્રવાસની ઝડપ પણ વધશે એવી માહિતી મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે આપી હતી.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દહિસર જવા માટે હંમણાં ડોમેસ્ટિક એરપોર્ટના જંકશન સુધી જવું પડે છે. ત્યાંથી યુટર્ન લઈને ઘાટકોપર-અંધેરી રોડ પર આવવું પડે છે. આ રોડ પર કાયમ વાહનોની અવરજવર હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થાય છે. આવી જ પરિસ્થિતિ બાન્દરા તરફ પણ હોય છે. દહિસર અને બાન્દરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતા વાહનચાલકોને ઘણો સમય લાગે છે. તેથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દહિસર જવા માટે અને બાન્દરા જવા અંડરગ્રાઉન્ડ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

એમએમઆરડીએએ પ્રકલ્પ વ્યવસ્થાપક સલાહકાર અને અંડરગ્રાઉન્ડ રોડ બાંધવાના ટેંડર કાઢ્યા હતા. એને એક કંપનીએ પ્રતિસાદ આપ્યો છે. આ પ્રકલ્પનો વર્કઓર્ડર 22 જૂનના આપવામાં આવ્યો હતો. સર્વેક્ષણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. ટર્મિલન 1 ખાતે પ્રકલ્પની સમયમર્યાદા 18 મહિના અને ટર્મિનલ 2 પ્રકલ્પની સમયમર્યાદા 24 મહિના છે.

પ્રકલ્પના ફાયદા શું છે?
બાન્દરાથી ટર્મિલ એક તરફ જવા માટે આ અંડરગ્રાઉન્ડ રોડના કારણે ફ્રી રાઈટ ટર્ન ઉપલબ્ધ થશે. તેથી સિગ્નલ વિના વાહનો રોડ પર જઈ શકશે. અત્યારના જુહુ-વિલેપાર્લે એલિવેટેડ રોડની એક લેન દહિસર જવા માટે અને એક લેન બાન્દરા તરફ જવા પ્રસ્તાવિત છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દહિસર જવા માટે ડોમેસ્ટિક એરપોર્ટના જંકશન સુધી જઈને યુટર્ન લેવો પડે છે. આ અંડરગ્રાઉન્ડ રોડ બાંધવાના લીધે પ્રવાસ ઝડપી થશે.

અન્ય સમાચારો પણ છે...