મુંબઈ ઝોનના સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) કમિશનરેટે નકલી જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) રેકેટનો પર્દાફાશ કરીને બે અલગ અલગ તપાસમાં 2 જણની ધરપકડ કરી છે અને મુંબઇના દારૂખાના સ્થિત પેઢીના માલિકની ધરપકડ કરી છે. જીએસટી ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે પેઢી કથિત રીતે જીએસટી ચોરીમાં સામેલ હતી.
સીજીએસટી અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે, કે મેસર્સ આશિક સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, જે સ્ટીલ અને અન્ય ધાતુના ઉત્પાદનોનો વેપાર કરે છે, તે સીજીએસટી એક્ટ 2017ની જોગવાઈઓ અનુસાર માલસામાનની પ્રાપ્તિ અથવા સપ્લાય કર્યા વિના છેતરપિંડીથી ઉપાર્જિત કરવામાં અને રૂ. 15 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) પાસ કરવામાં સંડોવાયેલી છે. આ ટેક્સ ફ્રોડ માટે આશરે રૂ. 83 કરોડનાં બોગસ બિલો જારી કરવામાં આવ્યાં હતાં.
સીજીએસટી એક્ટ, 2017 ની કલમ 132 ના ઉલ્લંઘન બદલ સીજીએસટી એક્ટ, 2017 ની કલમ 69 હેઠળ માલિકની ધરપકડ કરવામાં આવી હતી અને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે, વધુ તપાસ ચાલુ છે.અન્ય એક કિસ્સામાં, સીજીએસટી કમિશનરેટ, મુંબઈ પશ્ચિમ ઝોને નકલી આઇટીસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો .
ડેટા વિશ્લેષણનો ઉપયોગ
સીજીએસટી અધિકારીઓ સંભવિત છેતરપિંડી કરનારાઓને ઓળખવા માટે ડેટા વિશ્લેષણ અને નેટવર્ક વિશ્લેષણ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. વિભાગ આ નાણાકીય વર્ષમાં કરચોરી કરનારાઓ સામેની ઝુંબેશને વધુ સઘન બનાવવા જઈ રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.