તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયાઓની સંડોવણી:કોરોનાકાળમાં મુંબ્રા ખાડી પર બે કિમી અનધિકૃત રસ્તો તૈયાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબ્રા ખાતે દેસાઈ ખાડીમાં કોવિડની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતાં ખારફૂટની મોટે પાયે કતલ કરવામાં આવી છે, અનધિકૃત રીતે બે કિમી રસ્તો બાંધવામાં આવ્યો છે, જેમાં ભૂમાફિયાઓની સંડોવણી છે, એમ પ્રસાદ લાડે વિશેષ ઉલ્લેખ દ્વારા વિધાન પરિષદમાં મંગળવારે એક અત્યંત ગંભીર મુદ્દા તરફ સભાપતિનું ધ્યાન દોર્યું હતું.

લાડે જણાવ્યું કે ખારફૂટની મોટે પાયે કતલ કરીને સ્થાનિક ભૂમાફિયાઓએ મુંબ્રાથી દીવાને જોડતો બે કિમી રસ્તો અનધિકૃત રીતે બાંધી દીધો છે. આ રસ્તો અનધિકૃત રીતે બંધાયો હોઈ તે રેતી ઉલેચવા માટે બાંધવામાં આવ્યો હોવાનો અંદાજ છે. તેમાં રેતી માફિયાઓની સંડોવણી છે. આ આંચકાજનક ઘટનાની ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે.

આ તપાસ કરવા નિર્દેશ આપો એવી વિનંતી લાડે સભાપતિને કરી હતી. લાડે પત્રમાં એમ પણ જણાવ્યું કે થાણે જિલ્લાના ખારફૂટનું રક્ષણ કરવા માટે સરકારે થોડા મહિના પૂર્વે ખાડી કિનારે ખારફૂટનું ક્ષેત્ર અનામત વનક્ષેત્ર તરીકે ઘોષિત કર્યું હતું. આ જ ખાડીનો અમુક ભાગ ફ્લેમિંગો અભયારણ્ય માટે અનામત રાખવામાં આવ્યો છે. તો પછી ક્ષેત્ર પર્યાવરણની દષ્ટિએ અત્યંત સંવેદનશીલ જૂથનાં આવ્યું છે. આમ છતાં સમાજવિરોધી ઘટકો આ રીતે અનધિકૃત કામો કરે છે તે આંચકાજનક છે. તેની પર તુરંત ધ્યાન આપવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...