દુર્ઘટના:નાગપાડા અને ચેમ્બુરમાં ઈમારતનો ભાગ તૂટી પડતાં બે મોત, એક ઘાયલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં 16 રહેવાસીઓનો ભોગ લેનારી ઈમારત દુર્ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ગુરુવારે મુંબઈમાં નાગપાડામાં એક ઈમારતનો શૌચાલય બાજુનો ભાગ તૂટી પડતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ચેમ્બુરમાં એક ઈમારતની દીવાલ તૂટી પડતાં એક જણ ઘાયલ થયો હતો.

નાગપાડામાં શુક્લાજી સ્ટ્રીટ ખાયે આયેશા કમ્પાઉન્ડમાં ભોંયતળિયું વત્તા બે માળની મિશ્રા બિલ્ડિંગના શૌચાલયનો ભાગ તૂટી પડ્યો હતો. ગુરુવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં કાટમાળ હેઠળ દટાયેલી આલિયા રિયાસત કુરેશી (12) અને નૂર કુરેશી (70)નાં મોત થયાં હતાં.દરમિયાન નાગપાડા દુર્ઘટના પછી ઘટનાસ્થળે ગયેલાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે મિશ્રા બિલ્ડિંગ છેલ્લાં છ વર્ષથી ઉપકરપ્રાપ્ત ઈમારતના માલિક અને ડેવલપરને રિડેવલપમેન્ટ કરવા માટે આપી હતી. છ વર્ષ પછી પણ ડેવલપરે રિડેવલપમેન્ટ નહીં કરતાં આ દુર્ઘટના બની છે.આ ઈમારત મ્હાડાની ઉપકરપ્રાપ્ત છે. મહાપાલિકા તરફથી તેને જોખમી ઈમારત જાહેર કરવામાં આવી હતી. મહાપાલિકાના સંબંધિત વિભાગ તરફથી બિલ્ડરને આ સંબંધે વારંવાર નોટિસો પણ મોકલી હતી. હવે મ્હાડાને સંબંધિત ડેવલપર વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરીને તેને આપવામાં આવેલી એનઓસી રદ કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. બીજી દુર્ઘટના ચેમ્બુર પૂર્વમાં આર સી માર્ગ પર મહાત્મા ફુલે નગરમાં એક ઈમારતની બાલ્કનીનો ભાગ બપોરે તૂટી પડ્યો હતો. તેમાં તુલસાબાઈ વામન અંભોરે (54)ને માથું અને છાતીમાં ઈજા પહોંચી હતી, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...