સ્વિમિંગની મોજમજા જીવ ગયો:મલબાર હિલમાં સમુદ્રમાં નાહવા પડેલા બે નાં મોત

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઠ મિત્રો માંથી બેની લાશ ઘરે પહોંચી

મલબાર હિલના સમુદ્રમાં સ્વિમિંગની મોજમજા માણવા ગયેલા બે જણે જીવ ખોયા છે. આઠ મિત્રો સ્વિમિંગની મજા લેવા માટે ગયા હતા, પરંતુ તેમાંથી બે જણ ઘરે પાછા આવ્યા જ નહીં.આ ઘટના સોમવારે સાંજે 5.40 વાગ્યે બની હતી. મલબાર હિલમાં નેપિયન સી રોડ ખાતે પ્રિયદર્શની પાર્ક પાસે પ્રિયદર્શની સમુદ્રકાંઠા ખાતે આઠ મિત્રો સ્વિમિંગ કરવા માટે ગયા હતા. તેમાંથી છ જણ સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા. જોકે બે મિત્ર દેખાયા નહીં.

આખરે મિત્રોએ પોલીસને જાણ કરી હતી. આ પછી અગ્નિશમન દળના જવાનો પણ ત્યાં ગોડી આવ્યા હતા. ભારે શોધખોળ બાદ બે જણ મળી આવ્યા હતા, જેમને રહમાન રિઝવાન શેખ (15) અને મહંમદ દિલશાદ શેખ (12) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. બંનેને જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સીએમઓ ડો. અક્ષતાએ તપાસ કરતાં બંને મૃત હોવાનું ઘોષિત કર્યું હતું.નોંધનીય છે કે સમુદ્રકાંઠાઓ પર નાહવા નહીં જવા માટે વારંવાર મહાપાલિકા અને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...