કોર્ટો ચુકાદો:આઈસિસના બે મહોરાને UAPA હેઠળ 8 વર્ષની સખત કેદ ફટકારાઈ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંનેને આરોપીમાં પ્રત્યેકીને રું.10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની વિશેષ કોર્ટે શુક્રવારે મુંબઈથી આઈસિસમાં જોડાવા ગયેલા મોહસીન સૈયદ અને રિઝવાન અહેમદને આઠ વર્ષની જેલની સજા ફટકારી છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ)ની કલમ 20 હેઠળ ગુરુવારે કોર્ટે તેમને દોષિત ઠરાવ્યા હતા. બંનેને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

જો દંડની ચુકવણી ન કરવાના કિસ્સામાં, સજા 3 મહિના સુધી વધુ લંબાવવાનો આદેશ આપ્યો છે.આ બંનેએ 2015માં આતંકી સંગઠન આઈસિસમાં જોડાવાનો ગુનો તેમની અરજીમાં કબૂલ કર્યો હતો. એનઆઇએ સ્પેશિયલ જજ એ.ટી. વાનખેડેએ જણાવ્યું હતું કે બંને આરોપી મોહસીન સૈયદ (32 વર્ષ) અને રિઝવાન અહેમદ (25 વર્ષ) ગયા મહિને આ કેસમાં પોતાનો ગુનો કબૂલવા સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા.

બુધવાર, 5 જાન્યુઆરીએ, કોર્ટે બંને આરોપીઓ પર આરોપો અને જો દોષી સાબિત થાય તો શું સજા થશે તેની માહિતી આપી હતી.ગુનાની કબૂલાત માટે આજીવન કેદની સજા કરવામાં આવી નહોતી, બંનેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે, પરંતુ બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેથી કોર્ટે બંનેને 8 વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપીઓએ કોર્ટને જણાવ્યું કે તેઓ સજા વિશે પહેલાથી જ જાણતા હતા, તેમ છતાં બંનેએ સ્વેચ્છાએ પોતાનો ગુનો કબૂલવાની માગ કરી હતી.

યુવાનોને આતંકવાદી બનાવવાનો આરોપ : ફરિયાદ પક્ષ અનુસાર,મુંબઈના મલાડ-વેસ્ટ માલવણીમાં રહેતા ચાર લોકોએ 2015માં આઈસિસમાં જોડાવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. એનઆઇએએ દાવો કર્યો હતો કે સૈયદ અને અહેમદે માલવણીના આર્થિક રીતે નબળા મુસ્લિમ યુવકોને ઉશ્કેર્યા, ડરાવી દીધા અને પ્રભાવિત કર્યા હતા.

રાષ્ટ્રો સામે યુદ્ધનો આરોપ
દેશ છોડ્યા બાદ મુંબઈના કાલાચોકી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ તમામ પર ભારતના સહયોગી રાષ્ટ્રો સામે યુદ્ધ કરવા માટે આઇએસ/ આઇએસઆઇએલ/આઇએસઆઇએસના સભ્યો બનવા વિદેશ પ્રવાસ કરવાનો આરોપ હતો. આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) આ કેસની તપાસ કરી રહી હતી. બાદમાં આ કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો હતો, જેણે કેસની ફરી નોંધણી કરી હતી. એનઆઇએ તપાસ પૂરી કર્યા બાદ જુલાઈ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...