ધરપકડ:યુએલસી કૌભાંડમાં બે સરકારી અધિકારી,આર્કિટેક્ટની ધરપકડ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહાપાલિકાના એક ઉચ્ચ અધિકારીની થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધ

બહુચર્ચિત મીરા ભાયંદર યુએલસી (અર્બન લેન્ડ સીલિંગ) કૌભાંડમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આખરે બે સરકારી અધિકારી અને આર્કિટેક્ટની ધરપકડ કરી છે. આરોપીમાં મીરા ભાયંદર મહાપાલિકાના નિવૃત્ત ટાઉન પ્લાનર સત્યવાન ધનેગાવે, યુએલસી કાર્યાલયના કર્મચારી ભરત કાંબળે અને આર્કિટેક્ટ શેખર લિમયેની ધરપકડ કરી છે. મહાપાલિકાના પ્રભારી સહાયક સંચાલક નગરરચના દિલીપ ઘેવારેની શોધ ચલાવવામાં આવી રહી છે.

તત્કાલીન ભૂતપૂર્વ થાણે પોલીસ કમિશનર વિરુદ્ધની ફરિયાદ પછી આ ગુનાની તપાસ શરૂ કરવામાં આવી છે.આર્થિક ફાયદો મેળવવા માટે ભાયંદરમાં અનેક બિલ્ડરોએ રેસિડેન્શિયલ ઝોન હોવા છતાં ગ્રીન ઝોન બતાવીને યુએલસી અંતર્ગત કરોડો રૂપિયાની સવલત મેળવવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેને આધારે આ બિલ્ડરોએ મીરા ભાયંદર મહાપાલિકામાંથી કરોડો રૂપિયાની ઈમારતો બાંધવા માટે પરવાનગી મેળવી હતી.

અરજી નહીં હોવા છતાં ખોટી અરજી
આંચકાજનક એ છે કે અરજીઓ નહીં હોવા છતાં ખોટી અરજી બનાવવામાં આવી અને તેની નોંધ છેલ્લી ઘડીએ રજિસ્ટરમાં ફેરફાર કરીને કરવામાં આવી હતી. આ સંબંધે તત્કાલીન તપાસ અધિકારી ભરત શેળકેની ટીમે બિલ્ડરો મનોજ પુરોહિત, રતિલાલ જૈન, શૈલેષશાહ, શ્યામસુંદર અગ્રવાલ, વિશ્વરૂપ ઉર્ફે બબન પારકરની ધરપકડ કરી હતી, જ્યારે તપાસ દરમિયાન આ જ રીતે અનેક યુએલસીના ખોટા પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા એવો ખુલાસો થયો હતો.

આ પછી થાણે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી લક્ષ્મીકાંત પાટીલ પાસે આ તપાસ સોંપવામાં આવી હતી, જ્યારે એસીપી સરદાર પાટીલની તપાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલા પુરાવા અનુસાર આ પ્રકરણમાં ધનેગાવે, લિમયે, કાંબળેની પૂછપરછ બાદ આખરે આજે ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...