બે મિત્રોના સદનસીબ:ઘાટમાં બે મિત્ર ચા પીવા ઊતર્યા અને કાર પર ભેખડ ધસી પડી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારનો કચ્ચરઘાણ પણ સદનસીબે કોઈને ઈજા નહીં

ચાની તલબ લાગી હોવાથી બે જણનો જીવ બચી ગયાની ઘટના બની હતી. કલ્યાણ-અહમદનગર રોડ પર એક કાર પર ભેખડ ધસી પડી હતી. માળશેજ ઘાટ પહોંચ્યા પછી કારમાં બેઠેલા બે જણને ચાની તલબ લાગી હતી. કાર રસ્તાની કોરે ઊભી કરીને ચા પીવા માટે બંને જણ હોટેલ નજીક પહોંચ્યા હતા. એ સમયે તેમણે પાર્ક કરેલી કાર પર અચાનક ભેખડ ધસી પડી હતી. તેથી બંને જણ બચી ગયા હતા.

મૂશળધાર વરસાદમાં માળશેજ ઘાટમાં દર વર્ષે ભેખડ ધસી પડવાની ઘટના બને છે. માળશેજ ઘાટ પરિસરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. એમાં ભેખડ ધસી પડવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું કે કોઈ જીવહાની થઈ નહોતી. અહમદનગરમાં રહેતો મુકુંદ બસવે નામનો યુવક પોતાના મિત્ર સાથે પોતાના પિતાને લાવવા કારમાં કલ્યાણ જવા નીકળ્યો હતો.

સાંજે પાંચ વાગ્યાના સુમારે બંને કારમાં માળશેજ ઘાટ પહોંચ્યા હતા. એ સમયે ચાની તલબ લાગવાથી એણે પોતાની કાર રસ્તાની કોરે પાર્ક કરી હતી. કારમાંથી ઉતરીને ચાની ટપરી નજીક પહોંચ્યા ત્યારે જ અચાનક તેની કાર ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે મુકુંદ અને એનો મિત્ર કારમાંથી નીકળી ગયા હોવાથી બચી ગયા હતા.

કાળ આવ્યો હતો પણ સમય આવ્યો નહોતો એની પ્રતીતી બંને જણને થઈ હતી. દરમિયાન કાર રસ્તાની કોરે પાર્ક કરી હોવાથી વાહનવ્યવહાર પર ઝાઝી અસર થઈ નહોતી. ભેખડ ધસી પડ્યાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસકીય અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતી.

અન્ય સમાચારો પણ છે...