તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:NCBના દરોડામાં ડ્રગ સાથે બે તસ્કરની ધરપકડ

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ અને ગોવામાં NCBએ સાગમટે દરોડા પાડી વિવિધ ડ્રગ પકડ્યાં

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઇએ ડ્રગ સપ્લાયરો અને પેડલરો સામે લડત મુંબઈમાં સતત ચાલુ રાખી છે. આના ભાગરૂપે મુંબઇ અને ગોવામાં બે સ્થળે શુક્રવારે સામગટે દરોડા પાડ્યા હતા અને 12 કલાકના ટૂંકા ગાળામાં 2 કેસ નોંધ્યા હતા. આ કામગીરીમાં એનસીબી મુંબઈએ અનેક પ્રકારનાં ડ્રગ એટલે કે 58 ગ્રામ એમ્ફેટામાઇન, એલએસડીના 15 રંગબેરંગી બ્લોટ, કોકેઇન, મેફેડ્રોન અને હેરોઈન, એક્ટેસી, એમડીએમએની 59 ગોળીઓના જથ્થા સાથે ઉત્તર ગોવા અને મુંબઈમાં બે તસ્કરની ધરપકડ કરી હતી. એનસીબી મુંબઇના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમારી મુંબઇ અને ગોવાની ટીમોએ ઉત્તર ગોવાના અરમ્બોલ બીચની સામે, નેગી કેફે પાસે દરોડો પાડ્યો હતો અને 58 ગ્રામ એમ્ફેટામાઇન, એલ.એસ.ડી., કોકેઈનના 15 બ્લોટ કબજે કર્યાં હતાં. મેફેડ્રોન, હેરોઇન અને એક્ટેસી, એમડીએમએ ઝડપી લીધું હતું.આ ડ્રગ સિન્ડિકેટ એક નાઇજીરિયન નાગરિક મુસ્તફા ઉર્ફે ટાઇગર દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત નેગી કેફેના કેરટેકર રણબીર સિંહની ધરપકડ કરવામાં આવી છે. એનસીબી ગોવા આ મામલે વધુ તપાસ કરી રહી છે. મુસ્તફા ઉર્ફે ટાઇગર ઉત્તર ગોવા વિસ્તારનો એક કુખ્યાત ડ્રગ ટ્રાફિકર છે. તે નેગી કેફેથી તેનો ડ્રગનો ધંધો ચલાવતો હતો, તેને પકડવા પ્રયાસો ચાલુ છે.ઉપરાંત એનસીબી મુંબઇએ એક ભારતીય નાગરિક 24 વર્ષના ઇરફાન અન્સારીને અંધેરી- વેસ્ટમાં લોખંડવાલા સર્કલ પાસેથી શુક્રવારે મોડી રાતે અટકાવ્યો હતો. તેની પાસેથી એક્ટેસી, એમડીએમએની 56 ગોળીઓ જપ્ત કરી હતી. એમડીએમએ, જેને સામાન્ય રીતે એક્ટેસી તરીકે ઓળખવામાં આવે છે, તે એક પાર્ટી ડ્રગ છે જે મૂડ અને દષ્ટિને બદલી નાખે છે, રાસાયણિક રૂપે ઉત્તેજક અને આભાસ બંને માટે સમાન છે અને એનર્જી અને સુખની લાગણી ઉત્પન્ન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો