તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:હતાશ થયેલા બે યુવાનને સાઈબર સેલની સતર્કતાથી બચાવી લેવાયા

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંનેએ આત્મહત્યા કરવાના ઈરાદાથી ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું

જીવનથી હતાશ બે યુવાનના જીવ સાઈબર સેલની સતર્કતાથી બચાવી લેવામાં આવ્યા હતા. બંનેએ આત્મહત્યા કરવાના ઈરાદાથી ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, જે સંદેશ મળતાં જ સાઈબર સેલ પોલીસ સક્રિય બની હતી અને બંનેને ઉગારી લીધા હતા. તેમાં અમરાવતી અને મુંબઈના યુવાનનો સમાવેશ થાય છે. 14 ફેબ્રુઆરીના રોજ @cpmumbaipolice ટ્વિટર હેન્ડલ પર એક વિદ્યાર્થીએ ટ્વીટ કર્યું હતું. એચએસસી પરીક્ષા માટે અભ્યાસક્રમ પૂર્ણ શીખવવામાં આવ્યો નહીં હોવાથી મનમાં તાણ નિર્માણ થઈને નિરાશા આવી હોવાનો અને આત્મહત્યાના વિચાર આવતા હોવાનું ટ્વીટ કરીને મુંબઈ પોલીસને ટેગ કરી હતી.

બીકેસી સાઈબર ક્રાઈમ સેલે તુરંત સક્રિય થઈને ટેક્નિકલ એનાલિસિસ કરતાં વિદ્યાર્થી અમરાવતીનો હોવાનું જણાયું હતું. આ પછી અમરાવતીના ડીસીપી શશીકાંત સાતવને જાણ કરવામાં આવે, જે પછી વિદ્યાર્થીને શોધી કાઢ્યો હતો અને તેનું કાઉન્સેલિંગ કરતાં તેણે આત્મહત્યાનો વિચાર પડતો મૂક્યો હતો.આ પછી 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે ફોન કોલમાં એવી માહિતી મળી કે એક યુવાને મનમાં તાણ ઊભો થતાં આત્મહત્યાનો વિચાર કરી રહ્યો હોવાનો મેસેજ ફેસબુક પર મૂક્યો છે.

બીકેસી સાઈબર પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને યુવાન બોરીવલીનો રહેવાસી હોવાનું શોધી કાઢ્યું હતું, જેને લઈ એમએચબી પોલીસને જાણ કરીને રાતભર શોધખોળ કરીને આખરે યુવાનને કબજામાં લેવાયો હતો. તેનું કાઉન્સેલિંગ કરીને આવો ઘાતકી વિચાર નહીં કરવા માટે મનાવી લેવામાં આવ્યો હતો. આમ ત્રણ દિવસમાં બે જણના જીવ ઉગારી લેવાયા હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો