તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ક્રાઈમ પેટ્રોલની બે અભિનેત્રીની ચોરી કરવા મુદ્દે ધરપકડ કરાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવધાન ઈન્ડિયામાં કામ કરનારી યુવતીઓ પોતે જ ક્રાઈમ કરતાં પકડાઈ

‘ક્રાઇમ પેટ્રોલ’ તથા ‘સાવધાન ઇન્ડિયા’ જેવી લોકોને સાવચેત કરનારી ટીવી સિરિયલોમાં કામ કરનારી બે ટીવી અભિનેત્રી પોતે જ ક્રાઇમ કરતા પકડાઈ છે. લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ હોવાથી આર્થિક ભીંસમાં આવતાં ચોરી કરી હતી.ગોરેગાંવ પૂર્વની આરે કોલોની પોલીસે ચોરીના મામલે 2 અભિનેત્રીની ધરપકડ કરી છે. સિનિયર પીઆઈ નૂતન પવારે જણાવ્યું હતું કે, અભિનેત્રીઓ સુરભિ શ્રીવાસ્તવ (25) અને મોસીના મુખ્તાર શેખ (19) 18મી મેના રોજ મહેમાનરૂપે આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં પોશ બિલ્ડિંગમાં રહેવા માટેગઈ હતી.

તે ઘરમાં પહેલેથી અન્ય એક પેઇંગ ગેસ્ટ હતી, જેના લોકઅપમાં 3 લાખ 28 હજાર રાખેલા હતા તે લઇને આ બંને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.કોરોના કાળમાં લોકડાઉન થવાને કારણે સિરિયલનું શૂટિંગ બંધ થવાને કારણે બંને પૈસાની અછતથી ઝઝૂમી રહી હતી. આથી તેમણે ચોરી કરી હતી. પોલીસે સોસાયટીના પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ તપાસ્યા હતા. તેમાં બંને ચોરી કેદ થઈ ગઈ હતી. પોલીસે તેમને બે સીસીટીવી ફૂટેજ બતાવ્યા જેમાં તેઓ સ્પષ્ટ રીતે એક થેલીમાં પૈસાનું બંડલ લઈ જતાં દેખાતી હતી.

આ પછી તેમણે ગુનો વસૂલ કર્યો હતો.નૂતન પાવરે વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા ઉપરાંત તેમણે ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેમની પાસેથી ચોરી કરેલી રકમમાં 60 હજાર રૂપિયા હસ્તગત કરાયા છે, જ્યારે બાકી રકમ હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે. તેમને કોર્ટમાં હાજર કરાતાં 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...