તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બે બાળકો માતૃભાષાના માધ્યમમાં ચલાવે છે યુટ્યુબ ચેનલ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાચી સમજણ આપી , તો વિકાસ જોઈ આજના વાલીઓની ખુશી અપરંપાર

આજના સમયમાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે અને વળગણ પણ છે, પરંતુ કાંદિવલીમાં એક એવો કિસ્સો પણ છે જેમાં બે ભાઈઓ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં આવ્યા છે અને અત્યારે તેમનો ઘણો સારો વિકાસ પણ થયો છે. આ વાત છે વિહાન રાઠોડ અને મિહિર રાઠોડની જે કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ભણે છે. વિહાન હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે તેનો નાનો ભાઈ મિહિર મોટી શ્રેણી (સિનિયર કે.જી.)માં અભ્યાસ કરે છે.

મુંબઇ ગુજરાતી સંગઠન છેલ્લાં કેટલાંય વર્ષોથી વાલીઓને માતૃભાષામાં ભણતર માટે સાચી સમજણ આપવા, શાળામાં થતાં ધરખમ ફેરફારો ને સમાજ સુધી પહોંચાડવા, માતૃભાષામાં જ ભણતર શા માટે?ની સાચી સમજણ વૈજ્ઞાનિક દષ્ટિએ, બાળકની દષ્ટિએ, સંસ્કાર અને સંસ્કૃતિની દષ્ટિ સમાજ સુધી પહોંચાડવાની કોશિશ વાલી સભાઓ દ્વારા કરે છે.

આજ કાર્યના ભાગરૂપે સંગઠન દ્વારા મેળામાં માતૃભાષાની શાળાઓના પ્રચાર પ્રસાર માટે બેનર અને સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. તે સમયે આ બાળકોનાં માતા-પિતા અહીં આવ્યાં હતાં અને માતૃભાષામાં શિક્ષણની સાચી હકીકતનું ભાન એમને કરાવવામાં આવ્યું હતું. તેમણે ફરીથી પોતાના ઘરે અમને બોલાવી ઘરના બધા સભ્યો , અડોશ પડોશના વાલીઓને પણ બોલાવી તેઓની દરેક શંકાઓના સંતોષકારક જવાબ મળવાથી પોતાના બાળકોને અંગ્રેજીમાંથી તે જ શાળાના ગુજરાતી મિડિયમમાં શિફ્ટ કર્યા હતા.

આજે બે વર્ષ પછી બાળકોમાં જે પરિવર્તન આવ્યું તેની નોંધ લેવાઈ રહી છે અને આખો પરિવાર મુંબઇ ગુજરાતી સંગઠનનો સાચી સમજણ આપવા બદલ આભાર માને છે. આનંદની વાત એ છે કે પોતાના સુખદ અનુભવની વાત બીજા વાલીઓને કરીને માતૃભાષામાં જ ભણતર આપવાનો પ્રચાર કરે છે. કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા આ બાળકો પહેલાં કાંદિવલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા, પરંતુ 2 વર્ષ પહેલાં તેઓએ આજ શાળાના ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો અને આજે તેઓ ભારવગરના ભણતરનો આનંદ લે છે અને પોતાનું બાળપણ પણ માણે છે.

પાંચ અને આઠ વર્ષે સરાહનીય કાર્ય
હવે આ જ બાળકોએ માત્ર પાંચ વર્ષ અને આઠ વર્ષની આયુમાં ભેગા મળી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જોકે, યુટ્યુબ ચેનલ શરૂ કરવી એ આજના સમયમાં સામાન્ય બાબત છે, પરંતુ નાની ઉંમરના બાળકો પણ તેમાં સર ધરાવે છે અને પોતાનું હુન્નર દુનિયા સમક્ષ રજૂ કરે છે તે ખરેખર સરાહનીય છે. ચેનલની શરૂઆત કઈ રીતે થઈ તેના જવાબમાં વિહાનના પિતા યજ્ઞેશભાઈ જણાવ્યું કે “લોકડાઉનમાં જ્યારે ઓનલાઇન વર્ગો શરૂ થયા તેમાં અમારે મિહિરની એક્ટિવિટીના વીડિયો હોમવર્ક તરીકે મોકલવાના હતા. વીડિયોની સાઈઝ મોટી હોવાથી તેને વોટ્સએપ પર મોકલવામાં અગવડ પડતી હતી. તેના ઉપાય તરીકે મેં યુટ્યુબ ચેનલ બનાવી અને તેમાં વીડિયો અપલોડ કરી લિંક શિક્ષકને મોકલવા લાગ્યા.” તેમાંથી પ્રેરણા લઈ મોટા ભાઈ વિહાને પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે વીડિયો બનાવવાની શરૂઆત કરી.

દાદાના સુજાવ પર વારે-તહેવારે પણ છોકરાઓ વીડિયો બનાવી યુટ્યુબ પર મૂકવા લાગ્યા અને આ રીતે તેઓ નિયમિત યુટ્યુબ પર વીડિયો મૂકવા લાગ્યા. આ બાળકોએ લોકડાઉનનો સદુપયોગ કરી જે પ્રયત્નો કર્યા છે તે દરેક માટે પ્રેરણારૂપ છે.નાની ઉંમરેઆત્મવિશ્વાસ અચંબિત કરનારો : નાની વયે પણ આ બંને બાળકોનો આત્મવિશ્વાસ અચંબિત કરનારો છે. વિહાન કવિતા, ફોનિક્સ અને જનજાગૃતિના વીડિયો બનાવે છે. જયારે તેનો નેનો ભાઈ મિહિર નંબર, શરીરના અંગો અને જનજાગૃતિના વીડિયો બનાવે છે.

યજ્ઞેશભાઈ વધુ જણાવતા કહ્યું કે “વીડિયો બનાવવાની પ્રવૃતિમાં બાળકોનો દિવસ સારો પસાર થાય છે અને કોરોનાના કપરા સમયમાં પણ તેઓ ઘરે આ જ પ્રવૃત્તિમાં મશગુલ રહે છે. મારા પત્ની તેમને તૈયારી કરવામાં મદદ કરે છે. અમારે માટે વ્યૂઝનું મહત્ત્વ નથી, તેઓ આ ઉંમરે પણ આટલા ઉત્સાહથી ભાગ લે છે એ મહત્ત્વનું છે.”

માતૃભાષાના માધ્યમનું મહત્ત્વ
આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો જ ટેકનો-સેવી નથી હોતા, પરંતુ માતૃભાષાના માધ્યમમાં ભણતા બાળકો પણ ટેકનો-સેવી છે અને તેઓ પણ પોતાની પ્રતિભા ટેક્નોલોજીના માધ્યમથી દુનિયા સમક્ષ મૂકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો