તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વ્હેલના અવયવની દાણચોરી પ્રકરણે બે વ્યકિતની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હેલ માછલીના પેટમાંનું દુર્લભ અવયવ ગેરકાયદેસર વેચવા નીકળેલા બે જણની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3 દ્વારા લોઅર પરેલના સીતારામ મિલ કમ્પાઉન્ડમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી વ્હેલ માછલીના પેટમાંનો રૂ. 7.75 કરોડ મૂલ્યનો 7.750 કિલોનો અવયવ, મોબાઈલ ફોન, રોકડ અને ઈનોવા કાર જપ્ત કરવામાં આવ્યાં છે.વ્હેલ માછલીના પેટમાં મળી આવતું અંબરગ્રિસ નામે અવયવ અત્યંત ઉચ્ચ ગુણવત્તાના પરફ્યુમ, દવાઓ, સિગારેટ, શરાબ તેમ જ ખાદ્યપદાર્થોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેની લેવેચ પર સરકારે પ્રતિબંધ લાદ્યો છે. આને કારણે તેની ભરપૂર માગ છે. આનો લાભ અમુક દાણચોરો લઈ રહ્યા છે.

નિષ્ણાતો દ્વારા આ અવયવની તપાસ કરવામાં આવી હોઈ તે અસલી છે અને તેનું મૂલ્ય પણ તેમણે જ આંક્યું છે.આરોપી પ્રસાદ હીરાચંદ પિંગળે (44) અને અમિત વિકાસ પાટીલ (36) રાયગઢના અલીબાગના રહેવાસી છે. આમાંથી પ્રથમ આરોપી પોલીસ સિપાહી તરીકે સેવામાં હતો. તે પાયધુની પોલીસમાં હતો ત્યારે 2016માં સેવામાં ગંભીર કસૂર માટે બરતફ કરવામાં આવ્યો હતો. તે સમયથી તે આવા ગોરખધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...