ધરપકડ:સિલિંડરમાંથી ગેસ ચોરી કરનારા બે જણની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઈપથી ગેસ બીજા સિલિંડરમાં ભરતા હતા

સિલિંડરમાંથી ગેસ ચોરીને એ જરૂરિયાતવાળા લોકોને બમણા ભાવે વેચતા બે જણની ડોંબીવલી માનપાડા પોલીસે ધરપકડ કરી હતી. આ બંને જણ લોખંડની પીન અને પાઈપની મદદથી ભરેલા ગેસ સિલિડંરમાંથી થોડો ગેસ ચોરી કરતા અને ખાલી બાટલામાં રીફીલ કરતા. આરોપીઓ બાળપ્પા ઉપગપ્પા અને મહેશ ગુપ્તા આ સિલિંડર જરૂરિયાતવાળા લોકોને બમણી કિંમતમાં વેચતા હતા.

છેલ્લા એક વર્ષમાં ઘરગથ્થુ ગેસ સિલિંડરના ભાલ એક હજાર પાર કરી ગયા છે અને કમર્શિયલ ગેસ સિલિંડરના ભાવ 2 હજાર રૂપિયા પર પહોંચ્યો છે. તેથી નાગરિકો હેરાન છે ત્યારે સિલિંડરના કાળાબજારના કારણે ઓછા વજનના ગેસ નાગરિકોને આપવામાં આપવાની ઘટના ડોંબીવલીમાં પ્રકાશમાં આવી છે.

ડોંબીવલી નજીક હેદુટણે ગામ પાસે હેદુટને શિરઢોન રોડ પર એક ઈંટની ભઠ્ઠીની પાછળ ગેસ સિલિંડરમાંથી ચોરી થતી હોવાના ફોટા થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. માનપાડા પોલીસે ત્યાં દરોડો પાડીને જોખમકારક પદ્ધતિથી ગેરકાયદે ગેસ સિલિંડર રીફીલીંગ કરતા બે જણને પોલીસે તાબામાં લીધા હતા. મળેલી માહિતી પ્રમાણે અને ફોટોના માધ્યમથી તપાસ કરતા ટેમ્પોચાલક વિનોદકુમાર રામશબ્દ યાદવને સોનારપાડા ખાતેથી તાબામાં લેવામાં આવ્યો હતો. એણે મહેશ ગુપ્તાને ભારત ગેસ સિલિડંર લઈ જવા માટે ટેમ્પો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...