તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લાલચ આપી સેક્સ રેકેટમાં ફસાવનાર બેની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેબસાઇટ દ્વારા આખું રેકેટ ચલાવાતું હતું

પવઈમાં યુવતીઓને આર્થિક લાભની લાલચ આપીને સેક્સ રેકેટમાં ધકેલનારા બે જણની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4 દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ યુવતીઓનો છુટકારો કરવામાં આવ્યો છે.આરોપીમાં ઉપેન્દ્ર કુમાર યાદવ (25) અને અશોક કુમાર યાદવ (25)નો સમાવેશ થાય છે. આરોપીઓ ખાનગી વેબસાઈટ દ્વારા સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે એવી માહિતીને આધારે ગ્રાહકના સ્વાંગમાં પોલીસે આરોપીનો સંપર્ક સાધ્યો હતો. આરોપીએ ભાવતાલ નક્કી થયા પછી પવઈના સાકીવિહાર ખાતે રોયલ ઓર્બિટ હોટેલમાં ગ્રાહકને બોલાવી લીધા હતા. પોલીસે છટકું ગોઠવીને આરોપીઓને હોટેલમાંથી પકડી પાડ્યા હતા, જ્યારે ત્રણ યુવતીઓનો છુટકારો કર્યો હતો.

યુવતીઓએ કબૂલ કર્યું કે આરોપીઓ આર્થિક લાભની લાલચ આપીને જબરદસ્તીથી વેશ્યાવ્યવસાય કરવાની ફરજ પાડતા હતા. ગ્રાહકો પાસેથી મોટી રકમની દલાલી લેતા હતા, જેમાંથી નજીવી રકમ આપતા હતા, એમ પણ તેમણે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. આરોપીઓ મૂળ ઝારખંડના છે. સેક્સ રેકેટ ચલાવવા માટે તેમણે મુંબઈમાં પવઈ ખાતે રૂમ લઈ રાખી હતી. આરોપીઓને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે અન્ય યુવતીઓને પણ ધમકાવીને કબજામાં રાખી હોવાની શંકા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો