નિર્ણય:અઢી વર્ષ પછી જેટ એરવેઝ ફરીથી ઉડાણ ભરવા માટે સુસજ્જ બની

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુકસાનીને લીધે વિમાનસેવા બંધ કરાઈ હતી

જેટ એરવેઝનાં વિમાનો ટૂંક સમયમાં જ એરપોર્ટની હવાઈપટ્ટી પરથી ફરીથી ઉડાણ કરતાં દેખાશે. કંપનીના મતે જેટ એરવેઝનાં ઉડાણો 2022ના પ્રથમ આર્થિક ત્રિમાસિકથી દેશ અંતર્ગત ઉડાણો શરૂ કરવામાં આવશે. આ જ રીતે હાલમાં વિદેશી ઉડાણો ફક્ત ઓછાં અંતરનાં હશે. એરલાઈન્સનું કહેવું છે કે તે ફ્લાઈટ સ્લોટ અને અન્ય સમસ્યાઓ પર અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી રહી છે. એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓપરેટિંગ ફ્લાઈટ માટે એર ઓપરેટર પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

યુએઈના વેપારી મુરાલીલાલ જાલન લંડન સ્થિત જાલન કોર્લક કોન્સોર્શિયમના અગ્રણી સભ્ય અને પ્રસ્તાવિત જેટ એરવેઝના બિન- કાર્યકારી સભ્ય છે. જાલન અનુસાર અમે ત્રણ વર્ષમાં 50થી વધુ વિમાનની યોજના બનાવી રહ્યા છીએ, જે 5 વર્ષમાં 100 પર પહોંચશે. સમૂહ પાસે દીર્ઘકાલીન વ્યવસાય યોજના પણ છે.જાલને જણાવ્યું કે વિમાન ઉદ્યોગમાં ઈતિહાસ છે કે બે વર્ષ પૂર્વે વ્યવસાય બંધ પડેલી વિમાન કંપનીને પુનર્જીવિત કરવામાં આવી રહી છે. અમે આ ઐતિહાસિક ઉડાણમાં સહભાગી થવા માટે તૈયાર છીએ. કંપનીએ જણાવ્યું કે જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન દિલ્હીથી મુંબઈ દરમિયાન પ્રથમ ઉડાણ શરૂ થશે.

કોન્સોર્શિયમે આ માટે દેશના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. આ પ્રક્રિયામાં એરપોર્ટ પર સ્લોટ વહેંચણી, જરૂરી એરપોર્ટ ઈન્ફ્રા અને નાઈટ પાર્કિંગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.જેટ એરવેઝના કાર્યકારી સીઈઓ કેપ્ટન સુધીર ગોરે જણાવ્યું હતું કે જેટનું નવું મુખ્યાલય દિલ્હી- ગુરુગ્રામમાં હશે. જેટે આશરે 150 કર્મચારીઓની ભરતી કરી છે અને આર્થિક વર્ષના અંતે વધુ 1000 કર્મચારીઓની ભરતી કરાશે. અમારું પ્રથમ ઉડાણ દિલ્હીથી મુંબઈ શરૂ થશે.

આર્થિક તંગીને લઈ ઉડાણ બંધ હતાં
આર્થિક તંગીને લીધે જેટે 19 એપ્રિલ, 2019થી ઉડાણ અટકાવી દીધાં હતાં. આ પછી કોરોનાના સંક્રમણ પછી દેશનો વિમાન ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. લોકડાઉન દરમિયાન વિમાનનાં ઉડાણો લાંબો સમય બંધ રહ્યાં હતાં અને તે પછી ધીમે ધીમે મર્યાદિત સંખ્યામાં ઉડાણો શરૂ કરવામાં આવ્યાં હતાં. વિદેશી ઉડાણો પર મોટે પાયે નિયંત્રણો હોવાથી વિમાન કંપનીઓના કામકાજ પર પણ અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...