તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પુરાવાને અભાવે ડ્રગ્સ કેસના બે આરોપીને જામીન, 2018માં અરજી ફગાવી દેવાઇ હતી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • NDPS એક્ટની કલમ 67 હેઠળ નિવેદન પુરાવા તરીકે સ્વીકાર્ય નથી, કોર્ટની નોંધ

એપ્રિલ 2018ના ડ્રગ્સ કેસમાં અન્ય બે આરોપીઓ દ્વારા આપવામાં આવેલાં નિવેદનો પછીથી ફેરવી તોળતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપી શશીકાંત પ્રભુ અને હર્ષદ ગાવડેને મુંબઈ હાઈ કોર્ટે જામીન આપ્યા છે. એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ) એક્ટ 1985ની કલમ 67 હેઠળ નોંધવામાં આવેલાં નિવેદનો આ કેસમાં સ્વીકાર્ય નથી અને બેન્કના સ્ટેટમેન્ટ અને કોલ રેકોર્ડથી બે આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ નથી નથી એવી નોંધ કોર્ટે કરી હતી.

એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ કોઈ પણ અધિકૃત અધિકારી, એક્ટની જોગવાઈઓનું કોઈ ઉલ્લંઘન થયું છે કે નહીં તેને સમર્થન આપવા માટે કોઈ પણ તપાસ દરમિયાન અથવા કોઈ પણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવી શકે છે. જસ્ટિસ પ્રકાશ ડી નાઈકે આરોપીઓ વતી એડવોકેટ રાજેન્દ્ર શહાણે અને વિજય નાયરની દલીલો સાંભળ્યા પછી આ આદેશ આપ્યો હતો. અગાઉ ડિસેમ્બર અને ઓક્ટોબર 2018માં વિશેષ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નકારી કાઢી હતી. આ કેસમાં એનસીબીએ માર્ચ 2018માં ચાર આરોપીઓને 4 કિલો ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પ્રભુ પર ડ્રગ્સ વેચવાનો, ગાવડે પર ડ્રગ્સની લેવેચ અને અન્ય એક આરોપી વતી ડ્રગ્સ પ્રાપ્ત કરવાનો આરોપ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો