તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:થાણેના ઝવેરીના હત્યાકેસમાં ફરાર બે આરોપી ઝડપાયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

થાણેમાં 14 ઓગસ્ટે દુકાન બંધ કરીને ઘરે પગપાળા જતી વખતે બી. કે. જ્વેલર્સના માલિક ભરત જૈનનું ત્રણ જણે દુકાનમાંથી દાગીનો ચોરવાના ઉદ્દેશથી અપહરણ કર્યું હતું, જેને આધારે દુકાનમાંથી દાગીના લઈને પોબારા ગણવાનો પ્લાન કર્યો હતો. જોકે આરોપી અતુલ મિશ્રાને ઝવેરીએ ઓળખી પાડતાં હત્યા કરીને મૃતદેહ ખાડીમાં ફેંકી દીધો હતો એવી માહિતી હવે બહાર આવી છે.પોલીસને 20 ઓગસ્ટે ઝવેરીનો મૃતદેહ થાણે ખાતે રેતીબંદર નજીક કલવા ખાડીમાંથી મળ્યો હતો. આ પછી પોલીસે ઓલા કર ચાલક અને ચાંદીના દાગીના સાચવી રાખનારા સહિત ચાર જણની ધરપકડ કરી છે.

આમાંથી બે આરોપીની ઉત્તર પ્રદેશના વારાણીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચાંદીનો મુદ્દામાલ, પિસ્તોલ, રિવોલ્વર અને એક જીવંત કારતૂસ અને વેગનઆર કાર જપ્ત કરવામાં આવ્યાં છે.આરોપીમાં ઘણસોલીનો રહેવાસી ઓલા કાર ડ્રાઈવર સુભાષ સુર્વે (39), થાણેના જગદીશ મિશ્રા (25), કલવાના નિલેશ ભોઈર (35) અને આરોપીઓને ભાગી જવા ટિકિટ કઢાવી આપનારા અને ચાંદીના દાગીના સાચવી રાખનારા કલ્યાણના બળવંત ચોળકર (36)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...