તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ડોક્ટર્સ ડે નિમિત્તે પચ્ચીસ કોરોના યોદ્ધાઓનું સન્માન

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર્સ ડે નિમિત્તે એક વિશેષ કાર્યક્રમમાં 50 ડોક્ટરોનું સન્માન કરાયું હતું અને 500 જરૂરતમંદોને છત્રીનું વિતરણ કરાયું હતું. ભાજપ ઉત્તર ભારતીય મોરચાના મહામંત્રી રામ યાદવ, ભાજપ ઝૂંપટપટ્ટી મોરચાનાં સચિવ રેખા યાદવ દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

આ સમયે સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું કે મહામારી વચ્ચે દેશભરમાં ડોકટરોએ હજારો લોકોનો જીવ બચાવ્યો હતો. માનવીને ભગવાને બનાવ્યો છે, પરંતુ ધરતી પર જીવ બચાવનાર ડોક્ટર છે. રામ યાદવ અને રેખા યાદવે જણાવ્યું કે પાર્ટીએ સંગઠનને મજબૂત કરવાની અને સમાજની સેવા કરવાની જવાબદારી સોંપી છે તેનું પાલન કરતાં ડોક્ટરોનું સન્માન કરાયું અને ગણપત પાટીલ નગર, આઝાદ નગર સહિતના વિસ્તારોમાં 500 જરૂરતમંદોને છત્રીઓનું વિતરણ પ્રભારી પવન ત્રિપાઠી અને મુંબઈ અધ્યક્ષ જયપ્રકાશ સિંહના માર્ગદર્શનમાં કરાયું હતું.

આ સમયે બલવંત વર્મા, યોગેશ દુબે, રિતા મિશ્રા, મનોજ સિંહ, સચિદાનંદ યાદવ, શિવ દયાલ મિશ્રા, દિનેશ યાદવ, સૂરજ પાંડે, પંકજ ચૌરસિયા, સભયરાજ, રમેશ ગૌડ, દશરથ પાલ, પંડિત લાલ યાદવ, પલટન ગુપ્તા, કમલેશ, રાકેશ યાદવ, અનિલ સહિતના કાર્યકરો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...