અભ્યાસ:બારમા ધોરણની પરીક્ષા ચાર માર્ચ અને દસમાની 15 માર્ચથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અભ્યાસક્રમ 25 ટકા જ ઓછો રહેશે

શિક્ષણ વિભાગે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓની તારીખ આખરે જાહેર કરી છે. બારમા ધોરણની પરીક્ષા 4 માર્ચ 2021 અને દસમા ધોરણની પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. કોરોનાની મહામારી પહેલાં જે પ્રમાણે લેખિત પરીક્ષા થતી હતી એ અનુસાર જ આગામી પરીક્ષાઓ લેવામાં આવશે.

સ્કૂલ શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. છેલ્લા બે વર્ષથી મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ તરફથી (રાજ્યમંડળ) લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા પર કોરોના મહામારીની અસર થઈ હતી.

ગયા વર્ષે લેખિત પરીક્ષા પૂર્ણપણે રદ કરીને સરેરાશ માર્ક્સ અનુસાર રિઝલ્ટ જાહેર કરવા પડ્યા હતા. આ વર્ષે પણ ડિસેમ્બર મહિના સુધી મંડળે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ ન હોવાથી વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો દ્વિધામાં હતા. આખરે શિક્ષણ વિભાગે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. આ વખતે પહેલાંની જેમ જ લેખિત પરીક્ષા લેવાનું નિયોજન મંડળે કર્યું છે. આરોગ્યનું ધ્યાન રાખીને પરીક્ષા લેવામાં આવશે એમ ગાયકવાડે જણાવ્યું હતું. કોરોનાની મહામારીના લીધે ગયા વર્ષે અભ્યાસક્રમ 25 ટકા ઓછો કરવામાં આવ્યો હતો. આ ઓછા કરવામાં આવેલા અભ્યાસક્રમ અનુસાર જ આ વખતની પરીક્ષા લેવામાં આવશે.

જૂન-જુલાઈમાં રિઝલ્ટ
પરીક્ષાઓ સમયસર થવાની છે તો પણ રિઝલ્ટ થોડું મોડેથી જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં પરીક્ષાઓ થયા પછી મેના અંતમાં બારમા ધોરણનું અને જૂનમાં દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. આ વર્ષે બારમા ધોરણનું રિઝલ્ટ જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં અને દસમા ધોરણનું રિઝલ્ટ જુલાઈના પહેલા કે બીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...