10 જૂનના ચૂંટણી:રાજ્યસભામાં મહારાષ્ટ્રની છઠ્ઠી સીટ માટે રસાકસી, છત્રપતિ સંભાજીરાજેની ઉમેદવારીથી લોકોમા ઉત્સુકતા વધી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભ્યોના સંખ્યાબળ અનુસાર મહારાષ્ટ્રની રાજ્યસભામાં 6 સીટ પર ભાજપના 2 સહિત શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ દરેકનો 1 ઉમેદવાર સહેલાઈથી ચૂંટાશે. છઠ્ઠી સીટ માટે જ રસાકસી હશે. અપત્ર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરનાર કોલ્હાપુરના સંભાજીરાજેને મહાવિકાસ આઘાડી કે ભાજપમાંથી કોણ ટેકો આપે છે એની ઉત્સુકતા બધાને છે.

રાજ્યની રાજ્યસભાની 6 સીટ માટે 10 જૂનના ચૂંટણી થવાની છે. 24 થી 31 મે સુધી ઉમેદવારી અરજી દાખલ કરવાની મુદત છે. શિવસેના વિધાનસભ્ય રમેશ લટકેના નિધનથી એક સીટ ખાલી થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ અનુસાર ઉમેદવારને જીત માટે પ્રથમ પસંદગીના 41.01 મતની જરૂર હોય છે. 106 વિધાનસભ્ય ધરાવતા ભાજપના 2 ઉમેદવાર સહેલાઈથી ચૂંટાઈ આવશે.

ભાજપ પાસે અતિરિક્ત 24 મત છે અને કેટલાક અપક્ષ વિધાનસભ્ય ભાજપ જોડે છે. ભાજપ ત્રીજો ઉમેદવાર ચૂંટણીમાં ઉતારશે તો રસાકસી જામશે. જો કે ત્રીજો ઉમેદવાર ચૂંટાઈ આવે એ માટે ભાજપે અપક્ષ કે નાના પક્ષોના વિધાનસભ્યની મતની વ્યવસ્થા કરવી પડશે. શિવસેના (55), રાષ્ટ્રવાદી (53) અને કોંગ્રેસ (44) દરેકનો એક ઉમેદવાર ટોક્કસ ચૂંટાઈ આવશે. રાજ્યસભામાં જાહેર પદ્ધતિથી મતદાન થતું હોવાથી રાજકીય પક્ષના મત ફૂટવા અશક્ય હોય છે.

નિવૃત થનારા સભ્ય
રાજ્યસભામાં નિવૃત થનારા સભ્યોમાં ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, ભાજપના વિનય સહસ્ત્રબુદ્ધે અને ડો. વિકાસ મહાત્મે, કોંગ્રેસના પી. ચિદમ્બરમ, રાષ્ટ્રવાદીના પ્રફુલ્લ પટેલ અને શિવસેનાના સંજય રાઉતનો સમાવેશ છે. કુલ મતદાર સંખ્યા 287 છે જેમાં એક સીટ ખાલી છે. ચૂંટાઈ આવવા માટે પ્રથમ પસંદગીના 41.01 મતની જરૂર હોય છે.

અન્ય સમાચારો પણ છે...